નવી દિલ્હીઃ Union Council of Ministers Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રિપરિષદ (Union Of Council)ની બેઠક બોલાવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં થશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 શિખર સંમેલન પણ યોજાવાનું છે.
બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે બુધવાર (28 જૂન) એ પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે તેમાં સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફારને લઈને ચર્ચા થઈ હતી. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3 જુલાઈએ બોલાવવામાં આવેલી બેઠક બાદ મંત્રિપરિષદમાં ઘણા ફેરફાર થઈ શકે છે.
કેમ યોજાઈ હતી બેઠક?
પીએમ નરેન્દ્ર મોદીના આવાસ પર બુધવારે યોજાયેલી બેઠકમાં શાહ, નડ્ડા અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સામેલ થયા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેમાં આ વર્ષના અંતમાં યોજાનાર મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.
આ પણ વાંચોઃ સુહાગરાતના બીજા દિવસે દુલ્હને આપ્યો બાળકીને જન્મ, પરિવારજનોના ઉડી ગયા હોશ
આ સિવાય 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરવામાં આવી છે. પરંતુ પીએમ મોદીની સાથે યોજાયેલી બેઠકને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પાર્ટીએ ચૂંટણીની તૈયારીમાં તેજી લાવી છે.
પહેલા પણ યોજાઈ હતી બેઠક
છેલ્લા કેટલાક દિવસોમાં, અમિત શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા છે. અગાઉ 6ઠ્ઠી જૂને બેઠક મળી હતી. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રના થોડા દિવસો પહેલા મંત્રી પરિષદની બેઠક યોજાઈ રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહથી ચોમાસુ સત્ર શરૂ થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે