Home> India
Advertisement
Prev
Next

Coronavirus: ડોક્ટર્સ સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વાતચીત કરી. 

Coronavirus: ડોક્ટર્સ સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન ડોક્ટર્સ સાથે વાત કરતા કરતા તેઓ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે મહામારીમાં આપણે આપણા પોતાના લોકોને ગુમાવ્યા છે, મારી તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ. 

fallbacks

ડોક્ટર્સ-નર્સીસનું કામ પ્રશંસનીય-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે હું કાશીનો એક સેવક હોવાના નાતે દરેક કાશીવાસનો હ્રદયપૂર્વક આભાર માનવા માંગુ છું. ખાસ કરીને આપણા ડોક્ટર્સ, નર્સો, વોર્ડ બોઈઝ, અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ જે કામ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. 

Corona પર ચોંકાવનારી વાત સામે આવી, સંક્રમિત વ્યક્તિની છીંકથી આટલા મીટર દૂર જઈ શકે વાયરસ

વાયરસે આપણા સ્વજનોને છીનવ્યા
પીએમ મોદીએ કહ્યું કે આ વાયરસે આપણા અનેક પોતાના માણસોને આપણી પાસેથી છીનવ્યા છે. હું તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું તેમના પરિજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. કોરોનાની બીજી લહેરમાં આપણે અનેક મોરચે એક સાથે લડવું પડી રહ્યું છે. આ વખતનો સંક્રમણ દર પહેલા કરતા અનેકગણો વધારે છે. દર્દીઓએ વધુ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. તેનાથી આપણી સ્વાસ્થ્ય સિસ્ટમ પર ભાર પડી રહ્યો છે. 

અસાધારણ પરિસ્થિતિમાં કર્યું કામ
પીએમ મોદીએ કહ્યું કે આ અસાધારણ પરિસ્થિતિમાં પણ આપણા ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સના આટલા મોટા પાયે પરિશ્રમથી જ આ દબાણને સંભાળવું શક્ય બન્યું છે. તમે બધાએ એક એક દર્દીના જીવનની રક્ષા માટે દિવસ રાત કામ કર્યું. પોતાની તકલીફ , આરામથી ઉપર ઉઠીને કામ કરતા રહ્યા. બનારસે જે સ્પીડથી આટલા સમયમાં ઓક્સિજન અને આઈસીયુ બેડ્સની સંખ્યા અનેકગણી વધારી છે, જે રીતે આટલી જલદી પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલને સક્રિય કરી છે, તે પણ પોતાનામાં જ એક ઉદાહરણ છે. તમારા તપથી, અને આપણા બધાના સંયુક્ત પ્રયત્નોથી મહામારીના આ હુમલાને આપણી ઘણી હદે સંભાળ્યો છે. પરંતુ હજુ પણ સંતોષથી કામ થયું નથી. આપણે હજુ એક લાંબી લડત લડવાની છે. હજુ આપણે બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ખુબ ધ્યાન આપવાનું છે.

ચોંકાવનારો દાવો: Covaxin કે Covishield? આ રસીનો પહેલો ડોઝ છે 'શક્તિશાળી', બનાવે છે વધુ એન્ટીબોડી

હવે આપણો નવો મંત્ર છે જ્યાં બીમાર ત્યાં ઉપચાર
પીએમ મોદીએ કહ્યું કે હવે આપણો નવો મંત્ર છે જ્યાં બીમાર ત્યાં ઉપચાર, આ સિદ્ધાંત પર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવીને જે પ્રકારે તમે શહેર અને ગામડાઓમાં ઘરે ઘરે દવાઓ વહેંચી રહ્યા છો તે ખુબ સારી પહેલ છે. આ અભિયાનને ગ્રામીણ વિસ્તારોમાં જેટલું બને તેટલું વ્યાપક કરવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More