નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ ગોદૌલિયા ચારરસ્તા પહોંચી ગયા. થોડીવાર સુધી પગપાળા ટહેલ્યા બાદ તેઓ વિશ્વનાથ મંદિર પહોંચ્યા. ત્યાં થોડીવાર રોકાયા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન જોવા માટે પણ પહોંચ્યા.
પીએમ મોદીએ રાતે આઠ વાગ્યાથી રાત 12 વાગ્યા સુધી ક્રૂઝ પર ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગોદૌલિયા માટે રવાના થયા. ગોદૌલિયા બનારસની એ જગ્યા છે જ્યાંની સૂરત સૌથી પહેલા બદલાઈ છે. ગોદૌલિયાથી દશાશ્વમેઘ સુધીના રસ્તાઓને ગુલાબી પથ્થરોથી ખુબ જ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુની ઈમારતોને પણ ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ગુલાબી સ્ટ્રીટ તો કેટલાક લંડન સ્ટ્રીટ પણ કહેવા લાગ્યા છે.
PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કાશી તો અવિનાશી છે, અહીં એક જ સરકાર છે...
આ ગુલાબી સ્ટ્રીટની ખુબસુરતી જોવા માટે પીએમ મોદી રાતે સાડા બાર વાગે ગોદૌલિયા ચાર રસ્તે પહોંચ્યા. ત્યાથી પગપાળા જ તેઓ દશાશ્વમેઘ ઘાટ તરફ જવા નીકળ્યા. આ દરમિયાન તેમણે કેટલાક લોકો પાસે જઈને તેમની મુલાકાત કરી અને વાતચીત પણ કરી. વિશ્વનાથની ગલી સુધી જઈને પાછા આવ્યા અને ગાડીમાં બેસીને વાંસફાટકથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. રાતે 12.40 વાગે પીએમ મોદીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો. 15થી 20 મિનિટ સુધી ત્યાંની લાઈટિંગ નીહાળ્યા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા.
PM Narendra Modi also inspects Banaras Railway Station late Monday night
"We are working to enhance rail connectivity as well as ensure clean, modern and passenger friendly railway stations," tweets PM Modi
CM Yogi Adityanath also present with him. pic.twitter.com/haFXYANO3K
— ANI UP (@ANINewsUP) December 13, 2021
પીએમ મોદીના કારણે જ બનારસ રેલવે સ્ટેશનોનો પણ લૂક સંપૂર્ણ બદલાઈ ગયો છે. રાતે 1.13 વાગે પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં નિરીક્ષણ કર્યું. સીએમ યોગીની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોડીવાર ટહેલતા સાફ સફાઈ અને અન્ય ચીજો નીહાળી. અહીંના સ્ટોલ પણ જોયા. ત્યાં હાજર દુકાનદારોનું અભિવાદન કર્યું.
આ અગાઉ પીએમ મોદીએ સોમવારે સાંજે ક્રૂઝથી ગંગા આરતી જોઈ. આ દરમિયાન તેમની સાથે ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આરતી બાદ તેમને પાછા બીએલડબલ્યુ અતિથિ ગૃહ જવાનું હતું પરંતુ મોડી રાત સુધી પીએમ મોદી ક્રૂઝ પર જ સવાર રહ્યા અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલતી રહી. આ દરમિયાન અસ્સીની બરાબર સામે ઊભેલા ક્રૂઝ પર જ ડિનર પણ થયું. રાતે બરાબર 12 વાગે બેઠક પૂરી થઈ.
કાશી વિશ્વનાથ કોરિડોર બનવાથી કેટલું બદલાઈ ગયું બાબાનું ધામ, જુઓ પહેલાની અને અત્યારની તસવીરો
પીએમ મોદીએ સોમવારે સવારે કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કરવાની સાથે પોતાની કાશી યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ ક્રૂઝથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. લલિતાઘાટ પહોંચીને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી અને કળશમાં પવિત્ર ગંગા જળ લઈને બાબા વિશ્વનાથનો જળાભિષેક કરી વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. બાબાનું પૂજન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું.
Video: વૃદ્ધ ભીડમાં પાઘડી લઈને ઊભા હતા...PM મોદીએ તમામ પ્રોટોકોલ તોડી તેમના હાથે પહેરી પાઘડી
લગભગ ચાર વાગ્યા સુધી ધામમાં રહ્યા બાદ પીએમ મોદી બીએલડબલ્યુ ગેસ્ટ હાઉસ ગયા હતા. ત્યાંથી ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે સાંજે લગભગ છ વાગે ગંગા ઘાટ પાછા ફર્યા અને રો રો- ક્રૂઝથી ગંગા આરતી જોઈ. આ દરમિયાન મુખ્યમંત્રીઓને ગગાની અદભૂત છટાના દર્શન પણ કરાવ્યા. ગંગાની આ પાર લેઝર શો થયો તો બીજી બાજુ શાનદાર આતિશબાજી થઈ હતી. અહીંથી પીએમ મોદીએ થોડીવાર બાદ જ ગેસ્ટ હાઉસ પહોંચવાનું હતું. મંગળવારે સવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક થવાની હતી પરંતુ ક્રૂઝ પર જ બેઠક શરૂ થઈ ગઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે