Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીએ સ્વામિત્વ યોજના લોન્ચ કરી, કહ્યું- આત્મનિર્ભર ભારત અભિયાનમાં દેશનું વધુ એક મોટું પગલું

હવે દેશનો દરેક ગ્રામીણ સશક્ત બનશે. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. 

 પીએમ મોદીએ સ્વામિત્વ યોજના લોન્ચ કરી, કહ્યું- આત્મનિર્ભર ભારત અભિયાનમાં દેશનું વધુ એક મોટું પગલું

નવી દિલ્હી: હવે દેશનો દરેક ગ્રામીણ સશક્ત બનશે. ગામમા રહેતા લોકોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની કમર કસી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી. આ યોજનાથી ગામડામાં રહેતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જમીન માલિકોને 'સ્વામિત્વ યોજના'  'Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas' (SVAMITVA) scheme હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણની યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ આ યોજનાને ગ્રામીણ ભારત માટે મોટો ફેરફાર લાવનારી યોજના ગણાવી. 

fallbacks

નવા સપના જોવાનો સમય
પીએમ મોદીએ કહ્યું કે સંપત્તિ કાર્ડ મળવાથી આજે લાભાર્થીઓ સૌથી વધુ ખુશ હશે. આજની સાંજ તેમના માટે ખુશીઓની સાંજ છે. નવા સપના જોવાનો સમય છે. આ અધિકાર કાનૂની દસ્તાવેજ છે. પીએમ મોદીએ કહ્યું કે આ સ્વામિત્વ કાર્ડ મળવાથી અનુસૂચિત જાતિ, પછાત, અને ગરીબ લોકોને ખુબ મદદ મળશે. 

આત્મનિર્ભર ભારત અભિયાન તરફ મહત્વનું પગલું
પીએમએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે દેશે એક મહત્વનું પગલું ભર્યું છે. અને તે છે સ્વામિત્વ યોજના. ગામડામાં રહેનારા આપણા ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવામાં ખુબ મદદ મળવાની છે. તેમણે કહ્યું કે આજે એક લાખ લોકોને પોતાના ઘરોનું સ્વામિત્વ પત્ર મળ્યું છે. જેમણે પોતાનું સ્વામિત્વ કાર્ડ ડાઉનલોર્ડ કર્યું છે, તેમને ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 

સ્વામિત્વ યોજના વિવાદોનો લાવશે અંત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશના બે મહાન સપૂતો લોકનાયક જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખની જયંતી છે. બંનેના એક પ્રયત્નો હતા, સોચ પણ એક હતી. જે સપના જયપ્રકાશજીએ જોયા હતા, તેમની ઢાલ બનીને નાનાજી દેશમુખે કામ કર્યા. ગામડાના ગરીબની અવાજને બુલંદ કરવો લોકનાયક જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખના જીવનનો સંયુક્ત ઉદેશ્ય રહ્યો. સ્વામિત્વ યોજના ગામડાના અનેક વિવાદોનો અંત લાવવાનું કારણ બનશે. 

વિવાદમાં ફસાયેલા લોકો પોતાનો વિકાસ કરી શકે નહીં
તેમણે કહ્યું કે નાનાજી કહેતા હતા કે જ્યારે ગામડાના લોકો વિવાદમાં ફસેલા રહેશે તો ન તો પોતાનો વિકાસ કરી શકશે, ન તો સમાજનો. તેનાથી સમાજમાં ફાંટા પડશે. સમગ્ર વિશ્વના મોટા મોટા એક્સપર્ટ્સ એ વાત પર ભાર મૂકતા રહ્યા છે કે જમીન અને ઘરના માલિકી હકની દેશના વિકાસમાં મોટી ભૂમિકા હોય છે. જ્યારે સંપત્તિનો રેકોર્ડ હોય, જ્યારે સંપત્તિનો અધિકાર મળે તો નાગરિકોમાં આત્મવિશ્વાસ વધે છે. તેમણે કહ્યું કે આટલા વર્ષો સુધી જે લોકો સત્તામાં રહ્યા તેમણે વાતો તો મોટી મોટી કરી પરંતુ ગામડા અને ગામના ગરીબોને આવી જ સ્થિતિમાં છોડી દીધા. તેઓ આમ કરી શકે નહીં. 

દરેક પાસે સંપત્તિનો રેકોર્ડ હોવો જરૂરી
આજે દુનિયાની એક તૃતિયાંશ વસ્તી પાસે જ પોતાની સંપત્તિનો રેકોર્ડ છે અને બે તૃતિયાંશ લોકો તેનાથી વંછિત છે. ભારતના લોકો માટે એ જરૂરી છે કે તેમની સંપત્તિનો કોઈ રેકોર્ડ હોય. આ કાર્ડ વિવાદ વગર પ્રોપ્રટી ખરીદવા અને વેચવાનું કામ સરળ કરશે. પ્રોપર્ટી કાર્ડ મળવાથી બેંકમાંથી સરળતાથી લોન મળી શકશે. 

આવનારા ત્રણ ચાર વર્ષમાં દરેકને પ્રોપર્ટી કાર્ડ આપવાની કોશિશ
તેમણે કહ્યું કે ગામડામાં હવે ડ્રોનથી મેપિંગ અને સર્વે થઈ રહ્યા છે. હવે તે સંપત્તિનો સટિક ભૂમિ રેકોર્ડ બનશે. આવનારા ત્રણ ચાર વર્ષમાં ગામડામાં રહેતા તમામ લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની કોશિશ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે પંચાયતના કામોની ઓનલાઈન ટેગિંગ જરૂરી છે. જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે. તેમણે કહ્યું કે આપણા ત્યાં કહેવાય છે કે ભારતની આત્મા ગામડામાં વસે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે ગામડાને તેમના હાલ પર છોડી દેવાયા હતાં. 

પ્રોપર્ટી કાર્ડના લાભાર્થીઓ સાથે પીએમએ કરી વાત
પીએમ મોદીએ સંપત્તિ કાર્ડ મેળવનારા અનેક લાભાર્થીઓ સાથે વાત કરીને તેમને શુભેચ્છા પાઠવી. બારાબંકીના રામ મિલન શારીરિક રીતે દિવ્યાંગ છે અને કરિયાણાની દુકાન ચલાવે છે. પીએમ સાથે વાત કરતા રામ મિલને કહ્યું કે તેમને સંપત્તિ કાર્ડ મળવાથી પાડોશ સાથે વિવાદનો અંત આવી શકશે. 

આ ઉપરાંત પીએમ મોદીએ સંપત્તિ કાર્ડ મળતા પૌડી ગઢવાલના લાભાર્થી સુરેશ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે ખેડૂતને જ્યારે પોતાની સંપત્તિનો માલિકી હક મળી જાય છે ત્યારે તેમનામાં સ્વાભિમાન આવી જાય છે. પીએમ મોદી સાથે વાત કરીને ઉત્સાહિત થયેલા સુરેશે કહ્યું કે આ કાર્ડ મળવાથી ગામડામાં સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવશે. 

2024 સુધીમાં બધાને પ્રોપર્ટી કાર્ડ મળશે-નરેન્દ્ર સિંહ તોમર
આ અવસરે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે, આ યોજના ગામડાઓમાં સંપત્તિને લઈને ઊભી થતી વિવાદની સ્થિતિને ઠીક કરવાનો એક પ્રયત્ન છે. આ યોજના હેઠળ દેશના તમામ ગામડાઓમાં ડ્રોનના માધ્યમથી સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે અને ગામડાના લોકોને તેમની સંપત્તિના માલિકીહકનું પ્રમાણપત્ર મળશે. તેમણે કહ્યું કે 2024 સુધીમાં ગામડામાં રહેતા લોકોને પ્રોપર્ટી કાર્ડ મળી જશે. 

આ રાજ્યોને મળશે લાભ
આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 કામના લોકોને લાભ મળશે જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્ય પ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામ સામેલ થશે. મહારાષ્ટ્રને બાદ કરતા બાકીના તમામ રાજ્યોના લાભાર્થી એક દિવસની અંદર ફિઝિકલ કાર્ડ પ્રાપ્ત કરશે. જ્યારે મહારાષ્ટ્રના જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ મળવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે મહારાષ્ટ્ર સરકાર કાર્ડ માટે સામાન્ય ચાર્જ લાગુ કરવા જઈ રહી છે. 

સરળતાથી મળશે લોન
આ યોજનાથી જમીન માલિકો પોતાની સંપત્તિને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ લોન વગેરેની અરજી સહિત આર્થિક લાભ માટે થઈ શકશે. 

શું છે સ્વામિત્વ યોજના
કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરાયેલી આ એક ખાસ યોજના છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી દિવસ 24 એપ્રિલ 2020ના રોજ જાહેરાત કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 'રેકોર્ડ ઓફ રાઈટ્સ' આપવા માટે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થવાનું છે. આ યોજનાનું અમલીકરણ 4 વર્ષમાં તબક્કાવાર કરવામાં આવશે. તેને 2020થી 2024 વચ્ચે પૂરી કરવાની છે અને દશના 6.62 ગામના લોકોને કવર કરવાના છે. તેમાંથી એક લાખ ગામને પ્રારંભિક તબક્કા (પાયલટ ફેઝ)માં 2020-2021 દરમિયાન કવર કરવામાં આવશે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, અને કર્ણાટકના ગામડાઓની સાથે સાથે પંજાબ તથા રાજસ્થાનના કેટલાક સરહદી ગામો પણ સામેલ હશે. 

હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More