Home> India
Advertisement
Prev
Next

‘દેશને લૂટનાર દરેક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે’: PM મોદી

1200 કરોડના ખર્ચે બની રહેલા એમ્સનો પાયો નાખ્યા બાદ જનસભાનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે તેનો તમિલનાડુના દરેક લોકોને લાભ મળશે.

‘દેશને લૂટનાર દરેક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે’: PM મોદી

નવી દિલ્હી: દેશના દરેક તબ્બકા સુધી સારુ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાના ઉદેશ્યથી પ્રધાનમંત્રી નરેન્દ્રે મોદીએ રવિવારે તમિલનાડુના મદુરાઇમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નો પાયો નાખ્યો છે. 1200 કરોડના ખર્ચે બની રહેલા એમ્સનો પાયો નાખ્યા બાદ જનસભાનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે તેનો તમિલનાડુના દરેક લોકોને લાભ મળશે. અમારુ લક્ષ્ય છે કે તમિલનાડુ દેશનું એરોસ્પેસ અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું હબ બને. પીએમ મોદીએ તે દરમિયાન થંજાવુર, રાજાજી અને તિરૂનેલવેલીના મેડિકલ કોલેજના સુપર સ્પેશિયલિટી બ્લોકોનું પણ ઉદ્ધાટન કર્યું છે.

fallbacks

વધુમાં વાંચો: ‘મન કી બાત’: 29 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે PM મોદી, મત આપવા કરી અપીલ

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના ભ્રષ્ટાચાર અને પરિવારવાદથી મુક્ત કરવા માટે પ્રભાવી પગલા ઉઠાવી રહી છે. દેશને લૂંટનાર દરેક વ્યક્તિને કાયદાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્ર કેન્દ્રની એનડીએ સરકારની પ્રાથમિકતામાં સામેલ છે, જેથી દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે. પીએમ મોદીએ કાર્યક્રમાં કહ્યું કે જે રીતે કેન્દ્ર સરકારની ઇન્દ્રધનુષ યોજના રફતાર પકડી રહી છે, તેનાથી સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે નવી મિસાલ કાયમ કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી મૃત્યુ વંદના યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનથી સુરક્ષિત ગર્ભધારણ એક મોટા આંદોલનના રીતે બહાર આવી રહ્યું છે.

વધુમાં વાંચો: 183 વર્ષ પછી કર્યું આ મહિલા ટુકડીનું નેતૃત્વ, બસ કંડેક્ટરની પુત્રીએ રચ્યો ઇતિહાસ

પીએમ મોદીએ તે દરમિયાન આયુષ્માન ભારત યોજનાને પણ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટું પગલું ગણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, મને આ જાણીને ખુશી થઇ કે રાજ્ય સરકાર ચેન્નાઇને ટીબી મુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહી છે. તેનાથી 2023 સુધી પ્રદેશ ટીબી મુક્ત થઇ જશે.

વધુમાં વાંચો: મુંબઇ: પાર્કિંગમાં ઉભી હતી કાર, રાત્રે અચાનક લાગેલી આગની ઝપટમાં આવી 100 કાર

પીએમ મોદીએ કહ્યું કે, અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું રહેન-સહેન સારૂ બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યાં છે. અમારો ઉદેશ્ય છે કે આ નક્કી કરવામાં આવે કે વિકાસનો લાભ સમાજના દરેક લોકો સુધી પહોંચે. તેમણે કહ્યું કે ગત 4.5 વર્ષની એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશમાં હવાઇ નિર્માણ પ્રક્રિયા ઝડપી થઇ હતી. જે પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષથી અટકાયેલો હતો. હવે તેના પૂરા થવાની ઝડપ વધી ગઇ છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More