Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, નવા વર્ષની શુભેચ્છા આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને નવા વર્ષ 2021ની શુભેચ્છા આપી હતી. 
 

PM મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત, નવા વર્ષની શુભેચ્છા આપી

નવી દિલ્હીઃ વર્ષ 2020 (Bye Bye 2020) સમાપ્ત થવા જઈ રહ્યું છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) સાથે મુલાકાત કરી અને તેમને ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય મામલાની જાણકારી આપી છે. તેમણે વર્ષ 2021 માટે શુભેચ્છા આપી, જે ભારતના લોકો માટે એક ઉજ્જવળ ભવિષ્ય લાવશે. આ જાણકારી રાષ્ટ્રપતિ સચિવાલયે આપી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વચ્ચે સાતમાં રાઉન્ડની વાતચીત થઈ રહી છે. તો દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પંજાબ અને હરિયાણાના કિસાન સંગઠનોએ હાલમાં સંસદમાં પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરી હતી. 

fallbacks

આ વચ્ચે દેશમાં કોરોનાના વધતા મામલા વચ્ચે નવા સ્ટ્રેનને લઈને બચાવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો ભારતમાં જલદી વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળવાની આશા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીનની સાથે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વાતચીતનો ક્રમ જારી છે. ભારતે સુરક્ષા વધારી દીધી છે. વિશ્વના અન્ય દેશોની સાથે સંબંધ વધુ સારા થયા છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More