Home> India
Advertisement
Prev
Next

Rahul Gandhi એ ફેંક્યો પડકાર, મોદી જી, વિદેશ કેમ મોકલી વેક્સિન? મારી પણ કરો ધરપકડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલામાં દિલ્હી પોલીસ  (Delhi Police) એ 25 એફઆઈઆર (FIR) દાખલ કરતા 25 લોકોની ધરપકડ કરી છે. હવે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યો છે. 

Rahul Gandhi એ ફેંક્યો પડકાર, મોદી જી, વિદેશ કેમ મોકલી વેક્સિન? મારી પણ કરો ધરપકડ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલામાં દિલ્હી પોલીસ  (Delhi Police) એ 25 એફઆઈઆર (FIR) દાખલ કરતા 25 લોકોની ધરપકડ કરી છે. આ પોસ્ટર કોરોના રસીકરણના સંબંધમાં પીએમ વિરુદ્ધ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં લખ્યું હતું- મોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી. આવા પોસ્ટર શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા હતા.

fallbacks

રાહુલ ગાંધીએ આપ્યો પડકાર
આ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ કરી પીએમ નરેન્દ્ર મોદીને પડકાર આપતા કહ્યુ કે, મોદીજી તમે બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી, મારી પણ ધરપકડ કરો. 

દિલ્હી પોલીસના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ પોસ્ટર શહેરના ઘણા ભાગમાં લગાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું- મોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી દીધી?

ગામડાઓમાં ઘૂસી ગયેલા હઠીલા કોરોના પર કાબૂ મેળવવા સરકારે કમર કસી, લીધુ આ મોટું પગલું

તેમણે કહ્યું કે, ગુરૂવારે પોલીસને પોસ્ટરો વિશે સૂચના મળી. ત્યારબાદ વરિષ્ઠ અદિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદોના આધાર પ દિલ્હી પોલીસે લોક સેવક દ્વારા જારી આદેશનું ઉલ્લંઘન કરવા સંબંધિત આઈપીસીની કલમ 188 હેઠળ વિભિન્ન જિલ્લામાં 25 એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી કરી છે. 
 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More