રાંચી: વિશ્વ યોગ દિવસ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમમાં સામેલ થયાં. આ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, મુખ્યમંત્રી રઘુવર દાસ, આયુષ મંત્રી શ્રીપદ નાઈક સહિત હજારો લોકો હાજર હતાં. લોકોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે આજે આ પ્રભાત તારા મેદાન વિશ્વના માનસપટલ પર ચમકી રહ્યું છે. આજે લાખો લોકો દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ યોગા કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે મીડિયાની ભૂમિકાને પણ બીરદાવી.
યોગ દિવસની લાઈવ અપડેટ્સ માટે કરો ક્લિક...
વધુ વિગતો માટે જુઓ વીડિયો...
લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડમાં યોગ દિવસના અવસરે આવવું એક સુખદ અનુભવ છે. આ સાથે જ તેમણે યોગ દિવસ માટે રાંચીની પસંદગી કરવાનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે રાંચી સાથે મારો લગાવ છે અને સાથે જ ઝારખંડના નામમાં જ જંગલ છે. જંગલ પ્રકૃતિની સૌથી નજીક છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાંચીથી જ તેમણે આયુષ્યમાન ભારતની યોજના શરૂ કરી હતી જે બહુ ઓછા સમયમાં ગરીબો માટે સબળ બની છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતીયોને સબળ બનાવવામાં યોગનું મહત્વ સમજીએ છીએ. આથી રાંચી આવવું મારા માટે વિશેષ છે. યોગને હવે એક અલગ સ્તર પર લઈ જવાનો છે. યોગ આપણા દેશમાં હંમેશા રહ્યો છે. આપણી સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. ઝારખંડના છઉ નૃત્યમાં આસન અને મુદ્રાઓનું પ્રદર્શન થાય છે. પરંતુ હજુ પણ આધુનિક યોગની યાત્રા ગામડા સુધી પહોંચી નથી. આપણે યોગને દરેક લોકો સુધી લઈ જવાનો છે. મારે યોગ અને ગરીબ તથા આદિવાસીના જીવનનો અભિન્ન ભાગ બનાવવો છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે યોગ ફક્ત ત્યારે જ નથી થતો જ્યારે આપણે જમીન પર કે મેટ પર હોઈએ. યોગ એક અનુશાસન છે. યોગનું પાલન જીવનભર કરવાનું હોય છે. યોગ જાતિ, સંપ્રદાય, મત, પંથ અને સરહદના ભેદથી ઉપર છે. યોગ બધા માટે છે અને બધા યોગ માટે છે. છેલ્લા પાંચ વર્ષોમાં યોગને સરકારે હેલ્થકેર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે ભારતમાં યોગ પ્રત્યે જાગરૂકતા વધી છે. ચારે બાજુ યોગનો અનુભવ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે