નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે ભારત ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે લોકોના ભલા માટે થઈ રહ્યું છે. ન્યૂ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારની કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું કે ન્યૂ ઈન્ડિયા જવાબદાર સરકાર અને જવાબદાર નાગરિકોનો દોર છે. ન્યૂ ઈન્ડિયા કોઈ પસંદગીના વ્યક્તિનો અવાજ નથી પરંતુ તમામ ભારતીયોનો અવાજ છે.
જુઓ LIVE TV
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે લોકો કહે છે કે અમે સ્વચ્છ ભારત બનાવીને રહીશું. અમે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરીશું. અમે સુશાસનને એક જન આંદોલન બનાવીને રહીશું. આ બધુ ફક્ત દ્રઢ ઈચ્છાશક્તિના કારણે શક્ય બન્યું. પીએમ મોદીએ કહ્યું કે આ એક એવું ન્યૂ ઈન્ડિયા છે કે જેમાં યુવાઓના ઉપનામ (સરનેમ) કોઈ મહત્વ ધરાવતું નથી. હવે તમે કેવી રીતે તમારું નામ ઘડો છો તે જ મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે