Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો VIDEO શેર કરીને કહ્યું-'નાગરિકતા કાયદા પર લોકો ભ્રમ દૂર કરે'

 નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ  કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે. 

PM મોદીએ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો VIDEO શેર કરીને કહ્યું-'નાગરિકતા કાયદા પર લોકો ભ્રમ દૂર કરે'

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આધ્યાત્મિક ગુરુ સદગુરુનો વીડિઓ ટ્વીટ કર્યો છે. જેના માધ્યમથી પીએમ મોદીએ  કહ્યું છે કે આ વીડિઓને જોઈને લોકો નાગરિકતા કાયદા પર પોતાનો ભ્રમ દૂર કરે. પીએમ મોદીએ કહ્યું કે સદગુરુએ ઐતિહાસિક આખ્યાનોના માધ્યમથી આપણા ભાઈચારાની સંસ્કૃતિ પર પ્રકાશ નાખ્યો છે. તેમણે આ વિષયમાં પોતાના અંગત સ્વાર્થવાળા સમૂહોના દુષ્પ્રચાર અંગે પણ જણાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું કે #IndiaSupportsCAA પર સમર્થન આપો. આ રીતે પીએમ મોદીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં એક કેમ્પેઈનનું બ્યુગલ ફૂંક્યુ છે. 

fallbacks

CAAના સમર્થનમાં અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોએ કર્યું પ્રદર્શન 

આ જ કડીમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ પણ ટ્વીટ કરીને કહ્યું કે આ કાયદો કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવતો નથી. વિપક્ષ મુસ્લિમો (Mumslims) ને ડરાવવાનું, ધમકાવવાનું કામ ન કરે. ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે પણ આ અંગે કહ્યું કે દેશ જાણે છે કે પાકિસ્તાનથી આવેલા લઘુમતી ભાઈબહેનો કેવી કેવી યાતનાઓ ઝેલીને ભારત આવ્યાં છે. 'બધાનો સાથ, બધાનો વિકાસ અને બધાનો વિશ્વાસ' જ ભાજપની મજબુતાઈનું કારણ છે. અમે કોઈ પણ કિંમતે તેમને ન્યાય અપાવીશું અને તેમને સારી મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવીશું. મેનકા ગાંધીએ પણ તેના સમર્થનમાં ટ્વીટ કરતા કહ્યું કે 70 વર્ષોથી જે લોકો પરેશાન થઈ રહ્યાં હતાં મોદી સરકારે તેમની સાથે ન્યાય કર્યો છે. 

કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ગઝવા એ હિન્દની સાથે રાહુલ જવા માંગે છે'

આ બાજુ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હિન્દી ભાષાના મહાન કવિ દુષ્યંતકુમારને તેમની પુષ્યતિથિએ યાદ કરતા પરોક્ષ રીતે મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે દુષ્યંતકુમારની કેટલીક પંક્તિઓ શેર કરી...

હિંસા ન ફેલાવો, CAA, NPR પર રચનાત્મક ચર્ચા કરી સૂચન આપો કે શું સુધારો થાયઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

'आज यह दीवार, परदों की तरह हिलने लगी
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए'

ZEE NEWSની મુહિમ
આ બધા વચ્ચે ZEE NEWSના સીએએ અંગેના અભિયાને ઈતિહાસ રચી દીધો છે. નાગરિકતા કાયદાના સમર્થનમાં જે MISSED CALL અભિયાન શરૂ કર્યું હતું તે મિસ્ડ કોલની સંખ્યા 1 કરોડ પાર થઈ ગઈ છે. તમે અંદાજો લગાવો કે એક કરોડથી વધુ મિસ્ડ કોલ, અને મોટી વાત એ છે કે દેશના અલગ અલગ ભાગમાથી આ કોલ આવ્યાં છે. આ ઉપરાંત વિદેશથી પણ કોલ આવ્યાં છે. સ્પષ્ટ છે કે દેશ નાગરિકતા કાયદાના સમર્થનમાં છે અને ઝી ન્યૂઝના મંચ દ્વારા પોતાની વાત રજુ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More