Home> India
Advertisement
Prev
Next

PM Modi Shimla Visit: અમે વોટબેંક બનાવવા માટે નહીં, નવું ભારત બનાવવા માટે કામ કરીએ છીએ- પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ રિલીઝ કર્યો.

PM Modi Shimla Visit: અમે વોટબેંક બનાવવા માટે નહીં, નવું ભારત બનાવવા માટે કામ કરીએ છીએ- પીએમ મોદી

PM Modi Visit Shimla: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ રિલીઝ કર્યો. લાભાર્થીને કરેલા સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હમણા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. પૈસા તેમને મળી પણ ગયા. શિમલાની ધરતીથી દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું છે. 

fallbacks

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે તેમના જીવનનો એક વિશેષ દિવસ છે અને આ દિવસે તેમને દેવભૂમિને પ્રણામ કરવાની તક મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા તેવા બાળકોની જવાબદારી સંભાળવાની મને તક મળી છે. આવા હજારો બાળકોની દેખભાળનો નિર્ણય અમારી સરકારે લીધો. ગઈ કાલે મે તેમને કેટલાક પૈસા પણ ચેકના માધ્યમથી મોકલાવ્યા. 

પીએમ મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોના સેવક તરીકે કામ કરવાની તમે મને તક આપી, મને સૌભાગ્ય મળ્યું. આજે હું કઈ કરી શકું છું, દિવસ રાત દોડુ છું તો તે ન વિચારો કે આ મોદી કરે છે પણ એમ વિચાર ન કરો કે મોદી દોડે છે. આ બધુ તો દેશવાસીઓની કૃપાથી થાય છે. એક પરિવારના સભ્યના નાતે, પરિવારની આશા-આકાંક્ષાઓ સાથે જોડાવવું, 130 કરોડ દશવાસીઓના પરિવાર એ બધુ જ મારા જીવનમાં છે. મારા જીવનમાં તમે બધા જ છો અને આ જિંદગી તમારા માટે જ છે. 

પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાની સરકારે ભ્રષ્ટાચારને સિસ્ટમનો જરૂરી ભાગ માની લીધો હતો. ત્યારની સરકાર ભ્રષ્ટાચાર સામે લડવાની જગ્યાએ તેની આગળ ઘૂંટણિયા ટેકી ચૂકી હતી. ત્યારે દેશ જોઈ રહ્યો હતો કે યોજનાઓના પૈસા જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે તે પહેલા જ લૂંટાઈ જાય છે. પરંતુ આજે ધન ધન ખાતા દ્વારા મળતા ફાયદાઓ અંગે ચર્ચા થાય છે. જન ધન- આધાર અને મોબાઈલથી બનેલી ત્રિશક્તિની ચર્ચા થાય છે. પહેલા રસોડામાં ધૂમાડો સહન કરવાની મજબૂરી હતી પરંતુ આજે ઉજ્જવલા યોજનાથી સિલિન્ડર મેળવવાની સગવડ છે. 

ભ્રષ્ટાચાર પર વધુ બોલતા પીએમએ કહ્યું કે પીએમ આવાસ યોજના હોય, સ્કોલરશીપ આપવાની હોય કે પેન્શન યોજનાઓ હોય, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારના સ્કોપને ઓછામાં ઓછો કરી દીધો છે. જે સમસ્યાઓને પહેલા પરમેનન્ટ ગણી લેવામાં આવી હતી તેના પરમેનન્ટ સોલ્યુશન આપવા માટેના અમે પ્રયત્નો કરીએ છીએ. 

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે 2014 પહેલા દેશની સુરક્ષા અંગે ચિંતા હતી, આજે સર્જિકલ સ્ટ્રાઈક-એર સ્ટ્રાઈકનું ગૌરવ છે. આજે આપણી સરહદો પહેલા કરતા વધુ સુરક્ષિત છે.  અમારી સરકારે ચાર દાયકાના ઈન્તેજાર બાદ વન રેન્ક વન  પેન્શન લાગૂ કર્યું. આપણા પૂર્વ સૈનિકોને એરિયરના પૈસા આપી દીધા. જેનો મોટો લાભ હિમાચલના દરેક પરિવારને થયો છે. 

પીએમએ કહ્યું કે આપણા દેશમાં દાયકાઓ સુધી વોટબેંકની રાજનીતિ થઈ છે. પોત પોતાની વોટબેંક બનાવવાના રાજકારણે દેશને ખુબ નુકસાન કર્યું છે. અમે વોટબેંક બનાવવા માટે નહીં પરંતુ નવું ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. 2014 પહેલા જ્યારે હું તમારી વચ્ચે આવતો હતો ત્યારે કહેતો હતો કે ભારત દુનિયા સામે આંખ ઝૂકાવીને નહીં આંખ મિલાવીને વાત કરશે. આજે ભારત મજબૂરીમાં મિત્રતાનો હાથ આગળ નથી વધારતો, પણ મદદ માટે હાથ આગળ વધારે છે. 

સંબોધનમાં તેમણે કહ્યું કે 21મી સદીના બુલંદ ભારત માટે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાનું છે. એક એવું ભારત જેની ઓળખ અભાવ નહીં પરંતુ આધુનિકતા હોય. ભારતવાસીઓના સામર્થ્ય આગળ કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ થઈ રહ્યું છે. ભારત રેકોર્ડ નિકાસ કરી રહ્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More