Home> India
Advertisement
Prev
Next

હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019 હેઠળ ભાજપના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે યુપીના પ્રતાપગઢમાં રેલી સંબોધી.

હું ભારત માટે જીવ્યો, મારી 50 વર્ષની તપસ્યા કોઈ ધૂળમાં મેળવી શકે નહીં: પીએમ મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 હેઠળ ભાજપના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે યુપીના પ્રતાપગઢમાં રેલી સંબોધી. તેમણે સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મેં ભારતમાતા માટે તપસ્યા કરી છે. નામદાર મારી 50 વર્ષની તપસ્યાને ધૂળમાં મેળવી શકે નહીં.

fallbacks

તેમણે કહ્યું કે કાલ સુધી કોંગ્રેસના નામદાર કહેતા હતાં કે તેઓ મોદીના પ્રભાવથી ડરે છે. હવે કહે છે કે જ્યાં સુધી મોદીની મહેનત અને મોદીની દેશભક્તિ પર દાગ ન લાગે ત્યાં સુધી મોદી સામે જીતી શકો નહીં. નામદાર કાન ખોલીને સાંભળી લો... આ મોદી સોનાનો ચમચો લઈને શાહી પરિવારમાં પેદા થયો નથી. આ મોદી ભારતમાતાની ધૂળ ફાંકીને મોટો થયો છે. આ મોદી 5 દાયકા સુધી જરાય અટક્યા વગર, થાક્યા વગર, ફક્ત ભારતમાતા માટે જીવ્યો છે અને ભારતમાતા માટે તપસ્યા કરી છે. 

29 વર્ષ પછી પંડિત રોશનલાલ કાશ્મીર પરત ફર્યા, શિવસેના PM મોદી પર ઓળઘોળ

પીએમ મોદીએ કહ્યું કે 4 તબક્કાના મતદાન બાદ ઉત્તર પ્રદેશના લોકોએ નક્કી કરી દીધુ કે પરિણામ શું આવવાનું છે. હવે પાંચમા તબક્કા અગાઉ જો આ મહામિલાવટી લોકો તમારો આ ઉત્સાહ જોઈ લેશે તો કદાચ મેદાન છોડી દેશે. તેમણે સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. 

તેમણે કહ્યું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સમાજવાદી પાર્ટીએ ગઠબંધનના બહાને બહેન માયાવતીનો ફાયદો તો ઉઠાવી લીધો, પરંતુ હવે બહેનજીને સમજમાં આવી ગયું છે કે સપા અને કોંગ્રેસે ખુબ મોટી રમત રમી છે. હવે  બહેનજી ખુલ્લેઆમ કોંગ્રેસ અને નામદારની ટીકા કરે છે. 

સર્જિકલ સ્ટ્રાઈક સેનાએ કરી હતી, PM મોદીએ નહીં, સેના તેમની ખાનગી સંપત્તિ નથી: રાહુલ ગાંધી

પીએમ મોદીએ આ દરમિયાન શાયરાના અંદાઝમાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ન હું પડ્યું..ન મારી આશાના મિનારા પડ્યાં.. પરંતુ કેટલાક લોકો મને પાડવામાં અનેકવાર પડ્યાં. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ મજબુત ભારત માટે મજબુત સરકાર માટે પોતાના સંકલ્પ પર અડગ રહેવાનું છે. મજબુર અને તકવાદની આ  મહામિલાવટનો પંજો ખુબ ખતરનાક છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે મહામિલાવટના આ પંજાના 5 ભયાનક જોખમ છે. પહેલો ખતરો- ભ્રષ્ટાચાર, બીજો ખતરો- અસ્થિરતા, ત્રીજો ખતરો- જાતિવાદ, ચોથો ખતરો-વંશવાદ અને પાંચમો ખતરો-કુશાસન છે. કોંગ્રેસના નામદાર ખેડૂતોની જમીન પર ટ્રસ્ટના નામે કબ્જો જમાવે છે અને પછી તેને હડપ કરી લે છે. ખેડૂતોની જમીન લઈ લે છે અને ફેક્ટરીના નામે અને તેના પર પોતાના માટે નોટોની ખેતી કરે છે. અહીં અમેઠીમાં તો આ જ થયું હતું ને. 

તેમણે કહ્યું કે આજે સવારે હું વાંચી રહ્યો હતો કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નામદારના એક બિઝનેસ પાર્ટનરને કેવી રીતે ડિફેન્સ ડીલમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સરકાર પણ પોતાની, મિત્રો પણ પોતાના અને ડિફેન્સ ડીલ પણ મોટી એટલે કે નામદાર માટે મલાઈની પૂરીપૂરી વ્યવસ્થા હતી. મહામિલાવટવાળાનો ઈતિહાસ જે રીતે દેશની સુરક્ષા સાથે રમત કરી રહ્યો છે, આ લોકો દેશના ભવિષ્યને પણ બરબાદ કરવામાં કોઈ કસર છોડશે નહીં. 

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ: 11 છોકરીઓની હત્યા? CBIએ કહ્યું-'હાડકાની પોટલી' મળી

પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદને સરહદના એક ખુબ નાના ભાગ સુધી સમેટી દીધો છે. આવું એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે અમે આતંક પર દેશની અંદર અને સરહદપાર બંને જગ્યાએ સીધો પ્રહાર કરી રહ્યાં છીએ. મતો માટે અમે કોઈ આતંકીની જાત જોતા નથી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More