Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર કરી વાત, આ મહત્વના મુદ્દે થઈ ચર્ચા

PM Modi Speaks to Boris Johnson: પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન વચ્ચે આગામી સીઓપી-26ને ધ્યાનમાં રાખી ક્લાઇમેટ એક્શન અને અફઘાનિસ્તાન સહિત અન્ય મુદ્દા પર ચર્ચા થઈ છે. 

PM મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર કરી વાત, આ મહત્વના મુદ્દે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ PM Modi Speaks to Boris Johnson: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ બોરિસ જોનસન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-યૂકે એજન્ડા 2030, ગ્લાસગોમાં આગામી સીઓપી-26ના સંદર્ભમાં ક્લાઇમેટ એક્શન અને અફઘાનિસ્તાન સહિત અન્ય મુદ્દા પર ચર્ચા કરી છે. 

fallbacks

પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ- 'પ્રધાનંમત્રી બોરિસ જોનસન સાથે વાત કરતા ખુશી થઈ. અમે ભારત-યૂકે એજન્ડા 2030 પર પ્રગતિની સમીક્ષા કરી, ગ્લાસગોમાં આગામી સીઓપી-26ના સંદર્ભમાં ક્લાઇમેટ એક્શન પર વિચારોનું આદાન-પ્રદાન કર્યુ અને અફઘાનિસ્તાન સહિત પ્રાદેશિક મુદ્દા પર વાતચીત કરી છે.'

તો બ્રિટન સરકાર તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારતના પીએમ મોદી સાથે વાત કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંને નેતાઓએ યૂકે-ભારતના સંબંધોની મજબૂતી પર ચર્ચા કરી અને 2030 રોડમેપ પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું કારણ કે મેમાં પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી દ્વારા સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ કોલસા સંકટ પર શાહે સંભાળી કમાન, મંત્રીઓની બેઠક, NTPCના અધિકારીઓ પણ હાજર  

નિવેદન પ્રમાણે પીએમ બોરિસ જોનસને પણ આગામી સીઓપી-26 શિખર સંમેલન પહેલા અને જળવાયુ પરિવર્તન પર મજબૂત પ્રગતિ કરવાના મહત્વનો ઉલ્લેખ કર્યો. સાથે બંને નેતાઓએ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ અને આંતરરાષ્ટ્રીય યાત્રાને સાવચેતીપૂર્વક ખોલવાના મહત્વ પર ચર્ચા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More