Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ ટ્રંપનો માન્યો આભાર, કહ્યું- દુનિયાને Covid-19થી મુક્ત કરવા સાથે કામ કરવું જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને તેમની તે ટિપ્પણી માટે આભાર માન્યો જેમાં તેમણે ભારતને 'સારો મિત્ર' ગણાવ્યો. ટ્રંપે કહ્યું કે, અમેરિકા કોરોના વાયરસ સામેની લડતમાં મદદ માટે ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપશે.

PM મોદીએ ટ્રંપનો માન્યો આભાર, કહ્યું- દુનિયાને Covid-19થી મુક્ત કરવા સાથે કામ કરવું જરૂરી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શનિવારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને તેમની તે ટિપ્પણી માટે આભાર માન્યો જેમાં તેમણે ભારતને 'સારો મિત્ર' ગણાવ્યો. ટ્રંપે કહ્યું કે, અમેરિકા કોરોના વાયરસ સામેની લડતમાં મદદ માટે ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપશે.

fallbacks

આ પણ વાંચો:- દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર, મૃત્યુઆંક ઝડપથી વધ્યો

મોદીએ તેમના ટ્વિટમાં કહ્યું, આભાર રાષ્ટ્રપતિ ટ્રંપ. આ મહામારીથી આપણે બધા સામૂહિક રીતથી લડી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, એવા સમયમાં રાષ્ટ્રોને એક સાથે કામ કરવું અને દુનિયાને સ્વસ્થ બનાવવા અને કોવિડ-19થી મુક્ત કરવા માટે જેટલું સંભવ હોય એટલું કામ કરવું જરૂરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને અમેરિકાની મિત્રતાને વધારે શક્તિ મળે.

આ પણ વાંચો:- કોરોના વાયરસ સામેની લડતમાં મોદી સરકારે તેમના આ વચનો કર્યા પૂરા

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત અને અમેરિકાની વચ્ચે નજીકની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સારા મિત્ર ગણાવ્યા. તેમણે જાહેરાત કરી કે અમેરિકા અદ્રશ્ય શત્રુથી લડત આપવામાં મદદ માટે ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપશે. ટ્રંપે આ પણ કહ્યું કે, અમેરિકા અને ભારત ભેગા મળી ઘાતક કોરોના વાયરસ માટે રસી વિકસિત કરી રહ્યાં છે.

ટ્રંપે શુક્રવારે ટ્વિટ કર્યું, મને આ જાહેરાત કરવા ગર્વ અનુભવ થઇ રહ્યો છે કે અમેરિકા ભારતમાં તેમના મિત્રોને વેન્ટિલેટર્સ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More