નવી દિલ્હીઃ Joint Meeting of US Congress: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકી સંસદ (કોંગ્રેસ) ની સંયુક્ત સભાને સંબોધિત કરવાનું નિમંત્રણ મળ્યું છે. નિમંત્રણ અનુસાર 22 જૂને પીએમ મોદી અમેરિકી કોંગ્રેસની સંયુક્ત સભાને સંબોધિત કરશે. અમેરિકાથી આવેલા નિમંત્રણ પર પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર (6 જૂને) ટ્વીટ કર્યુ, 'હું સુખદ નિમંત્રણ માટે હાઉસ સ્પીકર કેવિન મૈક્કાર્થી, સીનેટના રિપબ્લિકન નેતા મૈકકોનેલ, સીનેટના મેજોરિટી લીડર ચક શૂમર અને ગૃહના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝનો સુખદ આમંત્રમ માટે આભાર માનુ છું.'
Thank you @SpeakerMcCarthy, @LeaderMcConnell, @SenSchumer, and @RepJeffries for the gracious invitation. I am honored to accept and look forward to once again address a Joint Meeting of the Congress. We are proud of our Comprehensive Global Strategic Partnership with the US,… https://t.co/yeg6XaGUH2
— Narendra Modi (@narendramodi) June 6, 2023
ટ્વીટમાં પીએમ મોદીએ આગળ લખ્યું, 'હું તેને (નિમંત્રણ) સ્વીકાર કરી સન્માનિત અનુભવી રહ્યો છું અને એકવાર ફરી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. અમને અમેરિકાની સાથે અમારી વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી પર ગર્વ છે, જે સંયુક્ત લોકતાંત્રિક મૂલ્યો, લોકોનો લોકો સાથે મજબૂત સંબંધ અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે એક અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બની છે.'
આ પણ વાંચોઃ એવો રહસ્યમયી કુવો જે આપે છે મોતની ચેતવણી! અહીં ભોળાનાથની સાથે બિરાજે છે યમરાજ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે