Home> India
Advertisement
Prev
Next

CBSE: PM મોદીએ બોલાવી બેઠક, ધોરણ-12ની પરીક્ષા પર આવી શકે છે નિર્ણય

કોરોના કાળમાં ધોરણ-12ની પરીક્ષાને લઈને આશંકાઓ ચાલી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે. 
 

CBSE: PM મોદીએ બોલાવી બેઠક, ધોરણ-12ની પરીક્ષા પર આવી શકે છે નિર્ણય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાંજે સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાને લઈને એક મહત્વની બેઠક બોલાવી છે. સૂત્ર પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે બધા રાજ્યો અને અન્ય હિતધારકોની સાથે વ્યાપક ચર્ચા બાદ તેમને બોર્ડ પરીક્ષાના બધા સંભવિત વિકલ્પો વિશે માહિતી આપવામાં આવશે. કોરોના કાળમાં ધોરણ 12ની પરીક્ષા યોજાશે કે નહીં તેને લઈને આશંકાઓ યથાવત છે. આ વચ્ચે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં કોઈ નિર્ણય આવી શકે છે. 

fallbacks

પીએમ મોદીને સોંપવામાં આવશે રિપોર્ટ
સૂત્ર પ્રમાણે રાજ્યો, શિક્ષણ બોર્ડ પાસેથી અત્યાર સુધી મળેલા સૂચનાના આધાર પર તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ આજે પીએમ મોદીને સોંપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે ધોરણ 12ની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા દરમિયાન બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કેન્દ્રોની સંખ્યા ડબલ કરવામાં આવી શકે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ પરીક્ષાઓ પહેલા 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પરીક્ષાર્થી, પરીક્ષા કેન્દ્રોમાં તૈનાત થનારા શિક્ષકો, કર્મચારીઓનું પ્રાથમિકતાથી વેક્સિનેશન કરવામાં આવશે. આ સાથે પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવશે અને પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હશે. 

એમ્સમાં દાખલ થયા છે શિક્ષણ મંત્રી
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસમાંથી રિકવર થયા બાદ થનારી સમસ્યાઓના કારણે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સ અધિકારીઓ તરફથી મંગળવારે આ વાતની જાણકારી આપવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More