Home> India
Advertisement
Prev
Next

PM Modi in Varanasi: પીએમ મોદીએ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 'જાપાન ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક'

PM નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેમણે બીએચયુમાં બટન દબાવીને 1583 કરોડની 280 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.

PM Modi in Varanasi: પીએમ મોદીએ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 'જાપાન ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક'

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે છે. તેમણે બીએચયુમાં બટન દબાવીને 1583 કરોડની 280 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. ત્યારબાદ લોકોને સંબોધન કર્યું. તેમણે યુપી સરકારની કોરોના સામેની મજબૂત લડતને ખુબ બીરદાવી અને કહ્યું કે  કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી, કોરોના સંક્રમણને ફેલાતા રોકી તે અભૂતપૂર્વ છે.

fallbacks

શિંજો આબેને કર્યા યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાપાનના મારા મિત્ર શિજો આબેજી  એવા વ્યક્તિ છે જેમનું નામ ભૂલી શકાય નહીં. અત્રે જણાવવાનું કે શિંજો આબે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી હતા ત્યારે વારાણસી આવ્યા હતા અને ત્યારે આ સેન્ટરનો પાયો નખાયો હતો. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે શિંજો આબે પ્રધાનમંત્રી તરીકે કાશી આવ્યા હતા ત્યારે રૂદ્રાક્ષના આઈડિયા પર લાંબી ચર્ચા થઈ હતી. તેમણે તરત જ તેમના અધિકારીઓને કામ કરવાનું કહ્યું. જાપાનના લોકોએ પરફેક્શન સાથે કામ શરૂ કરી દીધુ હતું. 

પીએમ મોદીએ કહ્યું કે આ ઈમારતમાં જાપાન-ભારતની મિત્રતા કનેક્ટ છે અને ભવિષ્ય માટે અનેક સ્કોપ પણ છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં જાપાનના જેન ગાર્ડનની શરૂઆત થઈ છે. 

જાપાન આજે ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક છે
પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે ભલે સ્ટ્રેટેજિક એરિયા હોય કે ઈકોનોમિક એરિયા, જાપાન આજે ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંથી એક છે. અમારી મિત્રતાને આ સમગ્ર ક્ષેત્રની સૌથી Natural partnerships માંથી એક ગણવામાં આવે છે. ભારત અને જાપાનની સોચ છે કે આપણો વિકાસ આપણા ઉલ્લાસ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ વિકાસ સર્વમુખી હોવો જોઈએ. બધા માટે હોવો જોઈએ અને બધાને જોડનારો હોવો જોઈએ. 

રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું. ભારત અને જાપાનની વર્ષો જૂની મિત્રતાના પ્રતિક સમાન આ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટરને વારાણસીના સિગરામાં 186 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

યુપીમાં હવે કાયદાનું રાજ
પીએમ મોદીએ યોગી સરકારની પીઠ થપથપાવતા કહ્યું કે આજે યુપીમાં કાયદાનું રાજ છે. માફિયારાજ અને આતંકવાદ જે એક સમયે બેકાબૂ થઈ રહ્યા હતા તેના પર હવે કાયદાનો સકંજો છે. બહેન-દીકરીઓની સુરક્ષા અંગે માતા પિતા હંમેશા જે પ્રકારે ડર અને આશંકાઓમાં જીવતા હતા તે સ્થિતિ પણ બદલાઈ છે.

ઉત્તર પ્રદેશ અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે યુપી દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા જે યુપીમાં વેપાર-કારોબાર કરવો મુશ્કેલ મનાતું હતું આજે મેક ઈન ઈન્ડિયા માટે યુપી મનપસંદ જગ્યા બની રહ્યું છે. 

કાશી નગરી પૂર્વાંચલનું મોટું મેડિકલ હબ બની રહી છે
પીએમ મોદીએ કહ્યું કે કાશી નગરી હવે પૂર્વાંચલનું મોટું મેડિકલ હબ બની રહી છે. જે બીમારીઓની સારવાર માટે એક સમયે દિલ્હી-મુંબઈ જવું પડતું હતું તેની સારવાર હવે કાશીમાં ઉપલબ્ધ છે. હવે યુપીમાં પણ 550 ઓક્સીજન પ્લાન્ટ્સ બનવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે બનારસમાં 14 ઓક્સીજન પ્લાન્ટ્સ પણ લોકાર્પણ કરાયા છે. 

યુપી સૌથી વધુ ટેસ્ટિંગ કરનારું રાજ્ય
પીએમ મોદીએ કહ્યું કે દેશના સૌથી મોટા પ્રદેશ કે જેની વસ્તી દુનિયાના ડઝનો મોટા મોટા દેશોથી પણ વધુ હોય, ત્યાં કોરોનાની બીજી લહેરને જે પ્રકારે યુપીએ સંભાળી, કોરોના સંક્રમણને ફેલાતા રોકી તે અભૂતપૂર્વ છે. આજે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં કોરોનાનું સૌથી વધુ ટેસ્ટિંગ કરતું રાજ્ય છે. આજે યુપી સમગ્ર દેશમાં સૌથી વધુ રસીકરણ કરનારું રાજ્ય છે. 

હું કાશીના મારા સાથીઓ, શાશન-પ્રસાશન અને કોરોના યોદ્ધાઓની સંપૂર્ણ ટીમનો ખાસ આભારી છું. તમે દિવસ રાત જે પ્રકારે કાશીમાં વ્યવસ્થા ઊભી કરી તે ખુબ મોટી સેવા છે. 

પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદી બીએચયુમાં લોકોને સંબોધન કરી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત ભોજપુરી ભાષામાં કરી. તેમણે કહ્યું કે 'આપ સબ લોગન સે સીધા મુલાકાત કા અવસર મિલલ હૈ, કાશી કે સભી લોગન કૈ પ્રણામ. હમ સમસ્ત લોક કે દુખ હરૈ વાલે ભોલેનાથ, માતા અન્નપૂર્ણ કે ચરણ મે ભી શીશ ઝૂકાવત હૈ.' 

વારાણસીને આપી ભેટ
PM મોદીએ બીએચયુમાં બટન દબાવીને 1583 કરોડની 280 યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.  
 

બીએચયુ પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) પહોંચ્યા છે. અહીં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે. તેમની સાથે પીએમ સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. આ પહેલા સીએમ યોગીએ પીએમ મોદીનું સન્માન પણ કર્યું. 

સવારે સાડા દસ વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચ્યા
પીએમ મોદી આજે સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ વારાણસી એરપોર્ટ પહોંચ્યા. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું. 

પીએમ મોદીનો કાર્યક્રમ

- પીએમ મોદી સવારે 10.30 વાગે વારાણસી એરપોર્ટ પહોંચશે.
- પીએમ મોદી સવારે 11 વાગે બીએચયુ હેલીપેડ સભાસ્થળ લોકાર્પણ શિલાન્યાસ, 1583 કરોડની 280 પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી સંબોધન પણ કરશે. 
- પ્રધાનમંત્રી  બપોરે 12.15 વાગે રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચશે અને રુદ્રાક્ષનું લોકાર્પણ કરશે. કન્વેન્શન સેન્ટરના ઉદ્ધાટન બાદ પણ પીએમ મોદી સંબોધન કરશે. 
- બપોરે 2 વાગે પીએમ મોદી એમસીએચ વિંગમાં ડોક્ટરો સાથે વાતચીત કરશે.
- પ્રધાનમંત્રી મોદી બપોરે 3 વાગે કાશીથી રવાના થઈ જશે. 

જુઓ પીએમ મોદીનું બીએચયુમાં સંબોધન

કયા કયા પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે પીએમ મોદી?
- રુદ્રાક્ષ- ઈન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર
- બીએચયુમાં 100 બેડવાળી મધર એન્ડ ચાઈલ્ડ વિંગ
- ગોદૌલિયામાં મલ્ટીલેવલ પાર્કિંગ
- પર્યટન વિકાસ માટે રો-રો નૌકાઓ
- વારાણસી-ગાઝીપુર હાઈવે પર થ્રી લેનવાળો ફ્લાઈ ઓવર

રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર શું છે?
રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક બનશે. 186 કરોજ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સેન્ટર સિગરા વિસ્તારમાં બન્યું છે. 2.87 એકરમાં ફેલાયેલી આ ઈમારતમાં 1200 લોકો બેસી શકે છે. જાપાનની મદદથી તૈયાર થયેલું આ કન્વેન્શનનો હેતુ લોકો વચ્ચે સાંસ્કૃતિક મેળ મિલાપ વધારવા અને કાશીના પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. પીએમ મોદી જે સમયે તેનું ઉદ્ધાટન કરશે તે વખતે જાપાની રાજદૂત પણ હાજર રહેશે. 

વારાણસી હેલ્થ સેક્ટરને મળશે બુસ્ટ
બીએચયુમાં 100 બેડ વાળી મધર એન્ડ ચાઈલ્ડ વિંગ બનીને તૈયાર છે. હોસ્પિટલમાં 30 NICU અને 30 HDU છે. તે 3 ઓપરેશન થિયેટરથી લેસ છે. 45.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલ વારાણસી અને આસપાસના લોકો માટે મોટી સુવિધા બની રહેશે. પીએમ મોદી અહીના ડોક્ટર્સ અને સ્ટાફ સાથે વાતચીત  કરીને ત્રીજી લહેરની તૈયારીઓ વિશે જાણશે. તેઓ ઓફથેમોલોજીના એક રીજીયોનલ ઈન્સ્ટિટ્યૂટનું પણ ઉદ્ધાટન કરશે. 

CIPET કેમ્પસ, રોરો ફેરી, આ બધી ભેટ આપશે
વારાણસીમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ ઈન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી(CIPET) નું એક સેન્ટર પણ ખુલશે. આ ઉપરાંત જળ જીવન મિશન હેઠળ તેઓ 143 ગ્રામીણ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન કરશે. કરખીયાવમાં મેંગો એન્ડ વેજિટેબલ ઈન્ટીગ્રેટેડ પેક હાઉસ પણ આજથી ખુલી જશે. ગંગા નદી પર રો- રો નૌકા સેવાની શરૂઆત પણ થશે. 

પીએમ મોદીએ જ રાખી હતી આ પ્રોજેક્ટ્સની આધારશિલા
પીએમ મોદી જ્યારે જ્યારે વારાણસી ગયા ત્યારે ત્યારે ભેટ આપી છે. 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલીવાર વારાણસી પહોંચેલા પીએમ મોદીએ ટેક્સટાઈલ સેન્ટર અને ટ્રેડ ફેસિલિટી સેન્ટરની ભેટ આપી હતી. આજે પણ જે પ્રોજેક્ટ્સ જનતા માટે લોન્ચ  કરશે તેનો પાયો તેમણે જ રાખ્યો હતો. 

નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લગભગ 839 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની આધારશિલા પણ રાખશે. જેમાંથી એક મોટો ભાગ ગામડાઓ સુધી પહોંચશે. ગામડાઓના રસ્તાઓ માટે લગભગ 50 કરોડ રૂપિયા અપાશે. પીવાના પાણી માટે 430 કરોડ રૂપિયા, ટેક્નિકલ શિક્ષણના પાયા માટે 54.26 કરોડ રૂપિયા અપાશે. 

યુપી ચૂંટણી અભિયાનની શરૂઆત?
એ વાત પર બધાની નજર રહેશે કે પીએ મોદી વારાણસીમાં શું બોલે છે. એવી શક્યતા છે કે તેઓ આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી દે. રાજ્યમાં ભાજપની સામે પૂર્ણ બહુમતવાળી સરકાર બચાવવાનો  પડકાર છે. હાલની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને શાનદાર જીત મળી હતી.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More