Home> India
Advertisement
Prev
Next

વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક પર કરવામાં આવ્યું હતું.

વૃંદાવનમાં PM બોલ્યા- ‘સબકા સાથ-સબકા વિકાસ’ નવા ભારતના વિકાસનો રસ્તો છે

વૃંદાવન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વૃંદાવનમાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન કાર્યક્રમાં સ્કૂલના બાળકોને ભોજન જમાડવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશનની તરફથી 3 અબજ થાળી પીરસવાની તક પર કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ સાથે જોડાયેલી એક તકતીનું અનાવરણ પણ કર્યું હતું. સાથે જ સ્કૂલના બાળકોની મુલાકાત પણ લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે મને હજુ સ્કૂલોના બાળકોને ભોજન કરાવવાની તક મળશે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના લાખો બાળકોને મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવા માટે સન્માન પણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ‘સબાક સાથ-સબકા વિકાસ’ જ નવા ભારતના વિકાસનો માર્ગ છે.

fallbacks

વધુમાં વાંચો: પં.બંગાળમાં ભાજપ નહીં વગાડી શકે લાઉડસ્પીકર, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

પીએમ મોદીએ કહ્યું કે સેવા અને સમર્પણ કોઇ સન્માન માટે નથી હોતું. 1500 બાળકોથી શરૂ થયેલા અક્ષય પાત્રનું અભિયાન આજે 70 લાખ બાળકો સુધી પહોંચી ગયું છે. અક્ષય પાત્ર 10 જિલ્લામાં કામ કરે છે. સ્વસ્થ ભારત માટે પોષિત બાળકોનું હોવું જરૂરી છે. તેમણે કહ્યું કે જે દાન કર્તવ્ય સમજી વગર કોઇ ઉપકારની ભાવના, યોગ્ય સ્થાન, યોગ્ય સમય પર યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે, તે સાત્વિક દાન કહેવાય છે.

વધુમાં વાંચો: પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’

‘ગૌ માતાના દૂધનું કર્ઝ ચુકાવી શકાય નહીં’
પીએમ મોદીએ ગાયોના ઉલ્લેખ કરતા કહ્યું કે ગૌ માતાના દૂધનું કર્ઝ કોઇ ચુકાવી શકતું નથી. ગાય આપણી સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ ભાગ રહી છે. ગાય ગ્રામીણ અર્થવ્યવસ્થાના પણ મહત્વપૂર્ણ ભાગ છે. પશુપાલકોની મદદ માટે હવે બેંકોના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. હવે બેંકોથી 3 લાખ રૂપ્યા સુધીનું ઋણ મળી શકે છે. તેનાથી આપણા તમામ પશુપાલોકને લાભ મળવાનો છે. તેમણે કહ્યું કે બજેટમાં રાષ્ટ્રીય કામધેનુ કમિશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમિશન અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ ગૌ માતા અને ગૌવંશની સારસંભાળ માટે કરવામાં આવી છે.

વધુમાં વાંચો: કેન્દ્ર સરકારની સામે ચંદ્રબાબૂ નાયડૂના ધરણા, સમર્થન કરવા પહોંચ્યા રાહુલ ગાંધી

‘મિશન ઇંદ્રધનૂષની દુનિયાએ કરી પ્રશંસા’
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર દ્વારા સુનિશ્ચિક કરવામાં આવી રહ્યું છે કે પોષકતાની સાથે, સારી ગુણવત્તાવાળું ભોજન બાળકોને મળે. જે પ્રકારે મજબૂત ઇમારત માટે પાયો મજબૂત હોવો જોઇએ, તે જ પ્રકારે શક્તિશાળી નવા ભારત માટે પોષિત અને સ્વસ્થ બાળપણ જરૂરી છે. પ્રદાનમંત્રીએ કહ્યું કે અમે ટીકાકરણ અભિયાન મિશન મોડમાં ચલાવવાનો નિર્ણય કર્યો. મિશન ઇંદ્રધનુષથી દેશમાં લગભગ 3 કરોડ 40 લાખ અને 90 લાખ ગર્ભવતી મહિલાઓનું ટીકાકરણ કરવામાં આવ્યું છે. જે ઝડપથી આ કામ થયું છે, તેનાથી નક્કી થાય છે કે સંપૂર્ણ ટીકાકરણનું અમારું લક્ષ્ય હવે દુર નથી. મિશન ઇંદ્રધનુષની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી છે. પાછલા થોડા સમયમાં એક જાણીતા મેડિકલ જનરલે મિશન ઇંદ્રધનુષને દુનિયાની 12 બેસ્ટ પ્રેક્ટિસમાં પંસદગી કરી છે.

વધુમાં વાંચો: ગ્રેટર નોઇડામાં PM મોદીએ કહ્યું, '2030 સુધીમાં ભારત દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા હશે'

‘કુંભમેળાથી સમગ્ર દુનિયામાં સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો’
પીએમએ કહ્યું કે કુંભ મેળાથી સમગ્ર દુનિયામાં સ્વચ્છતાનો સંદેશો પહોંચ્યો છે. સ્વચ્છ ભારત મિશનથી ઘણા લોકોનું જીવન બચી શકે છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામનાયક પણ હાજર હતા. તે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કુંભમાં પણ લોકો સ્વચ્છતા પ્રતિ જાગૂર્ત છે. કુંભ સૌથી મોટો આધ્યાત્મિક સમાગમ તરીકે ઉભરી આવ્યો છે.

વધુમાં વાંચો: જમ્મૂ-કાશ્મીર: ઉરીમાં ફરી એકવાર હુમલાની તૈયારીમાં હતા આતંકવાદી, સેનાએ નિષ્ફળ કર્યું ષડયંત્ર

યોગી આદિત્યનાથે કહ્યું કે, 10 જિલ્લામાં મધ્યાહન ભોજન માટે અક્ષય પાત્રથી ભોજન માટે કરાર થયો છે. અક્ષય પાત્રની 6 નવા રસોડા માટે પૈસા જાહેર કરવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં આયોજિત થઇ રહેલા કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે ત્યાં પણ ભંડારો આપી રહ્યાં છે. ભોજનાલયની વ્યવસ્થા કરી રહ્યાં છે અને હું અભિનંદ પાઠવીશ કે અક્ષય પાત્ર ફાઉન્ડેશન પણ પ્રયાગરાજમાં હજારો લોકોને દરરજો સ્વચ્છ અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરવવાની મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More