Home> India
Advertisement
Prev
Next

Mann Ki Baat માં PM મોદીએ ગણાવ્યા નવા કૃષિ કાયદાના ફાયદા...ખાસ જાણો 

એકબાજુ જ્યાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ખેડૂત કાયદાના વિરધમાં આંદોલન કરી રહ્યા છે ત્યાં પીએમ મોદીએ આજે મન કી બાતમાં કૃષિ કાયદાઓના ફાયદા અંગે સમજાવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ ઉદાહરણ આપીને સમજાવ્યું કે કૃષિ કાયદા કઈ રીતે ખેડૂતોને તેમના પાકની સારી કિંમત અપાવવામાં ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. 

Mann Ki Baat માં PM મોદીએ ગણાવ્યા નવા કૃષિ કાયદાના ફાયદા...ખાસ જાણો 

નવી દિલ્હી: એકબાજુ જ્યાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો કેન્દ્ર સરકારના નવા ખેડૂત કાયદાના વિરધમાં આંદોલન કરી રહ્યા છે ત્યાં પીએમ મોદીએ આજે મન કી બાતમાં કૃષિ કાયદાઓના ફાયદા અંગે સમજાવ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ ઉદાહરણ આપીને સમજાવ્યું કે કૃષિ કાયદા કઈ રીતે ખેડૂતોને તેમના પાકની સારી કિંમત અપાવવામાં ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે. 

fallbacks

Farmers Protest વચ્ચે 'મન કી બાત'માં PM મોદીએ કૃષિ કાયદા પર કરી મોટી વાત

મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ સુધારાઓએ ખેડૂતો માટે નવા દ્વાર ખોલ્યા છે. દેશના ખેડૂતોની વર્ષોજૂની માગણીઓ પૂરી થઈ. સંસદે કૃષિ સુધારાઓને કાયદાનું સ્વરૂપ આપ્યું. ખેડૂતોના બંધનો દૂર થયા અને તેમને નવા અધિકારો અને તક મળ્યા. ખેડૂતોની પરેશાનીઓ પણ ઓછી થવાની શરૂ થઈ. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હવે પાક ખરીદવાના 3 દિવસની અંદર ચૂકવણીનો નિયમ છે. પૂરી ચૂકવણી નહીં મળવા પર ફરિયાદની જોગવાઈ પણ છે. ક્ષેત્રના એસડીએમએ એક મહિનામાં તેની પતાવટ કરવી પડશે. 

Farmers Protest: ખેડૂતોએ ગૃહમંત્રીની અપીલ ફગાવી, દેખાવકારો બુરાડી નહીં જાય

ખેડૂતો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 10 મોટી વાતો...

1. કૃષિ સુધારાઓથી ખેડૂતોની પરેશાનીઓ દૂર થઈ રહી છે. 

2. પાક ખરીદવાના 3 દિવસમાં ખેડૂતોને ચૂકવણી નક્કી.

3. ચૂકવણી ન થાય તો ખેડૂતો ફરિયાદ કરી શકે છે. 

4. SDM એ એક મહિનામાં ફરિયાદનું નિવારણ લાવવાનું રહેશે. 

5. કૃષિ કાયદાથી ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ થઈ રહ્યું છે. 

6. કૃષિ કાયદા અંગે ભ્રમ દૂર કરવા જરૂરી છે. 

7. ખેડૂતોની વર્ષો જૂની માગણીઓ પૂરી કરાઈ.

8. નવા કૃષિ કાયદાથી ખેડૂતોને અધિકાર મળ્યા છે. 

9. કૃષિ સુધારથી ખેડૂતોને નવી તકો મળી.

10. કૃષિ સુધારથી ખેડૂતોના બંધનો ખતમ થયા. 

આ બાજુ ખેડૂત આંદોલનની વાત કરીએ તો તેમણે અમિત શાહની અપીલ ફગાવી દીધી છે અને જાહેરાત કરી છે કે તેઓ પ્રદર્શન માટે બુરાડી ગ્રાઉન્ડ પર નહીં આવે. અમિત શાહે ખેડૂતોને દિલ્હીના બુરાડી ગ્રાઉન્ડ પર આવવાની અપીલ કરી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More