Home> India
Advertisement
Prev
Next

Mahakumbh 2025: મહાકુંભમાં નાસભાગને લઈ વડાપ્રધાને સીએમ યોગી સાથે વાત, સીએમ યોગીએ કરી ખાસ અપીલ

Mahakumbh 2025: મૌની અમાવસ્યાના બીજા અમૃત સ્નાન પહેલા મોટી દુર્ઘટના મહાકુંભમાં બની હતી જેના કારણે અખાડા પરિષદે અમૃત સ્નાન રદ્દ કરી દેવું પડ્યું. નાસભાગની સ્થિતિને લઈને લોકોમાં પણ ભય અને ચિંતા ફેલાઈ છે.

Mahakumbh 2025: મહાકુંભમાં નાસભાગને લઈ વડાપ્રધાને સીએમ યોગી સાથે વાત, સીએમ યોગીએ કરી ખાસ અપીલ

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો આજે 17 મો દિવસ છે. આજે મૌની અમાવસ્યા પર મહાકુંભમાં અમૃત સ્નાન થવાનું હતું. જેમાં ભાગ લેવા દેશભરમાંથી કરોડો લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા. તંત્ર તરફથી ભીડને હેન્ડલ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ અમૃત સ્નાન પહેલા જ બધી જ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ. 

fallbacks

આ પણ વાંચો: Mahakumbh: મહાકુંભમાં નાસભાગની સ્થિતિ કેવી રીતે સર્જાઈ? જાણો અડધી રાત્રે શું થયું ?

સંગમ પર ક્ષમતા કરતાં વધારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી અને જેમાં અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બનતા જ સુરક્ષાકર્મીઓએ રાહત કાર્ય શરૂ કરી દીધું હતું અને ઘાયલ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા. અમૃત સ્નાન માટે ભીડ જોઈને મેળા પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે અને સંત સમાજે પણ અમૃત સ્નાન રદ કરી દીધું છે. 

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 29 જાન્યુઆરી: આજે સંપત્તિનો વિસ્તાર થશે, જીવનધોરણમાં સુધારો થશે

મહાકુંભમાં વહેલી સવારે બનેલી ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી અને ઘટના પર અપડેટ મેળવી હતી. આ ઘટના પર પીએમ મોદી નજર રાખી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને રાહત કાર્ય અંગે વિગતો પણ મેળવી હતી. સાથે જ લોકોને તાત્કાલિક અસરથી મદદ કરવા સૂચન પણ કર્યા હતા. 

મહાકુંભમાં અમૃત સ્નાનની શરૂઆત થતાં જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે સવાર સુધીમાં સ્થિતિના કંટ્રોલ કરી લેવામાં આવી હતી અને અમૃત સ્નાન રદ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી હજુ પણ સંગમ ઘાટ પર રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 

આ પણ વાંચો: Bad Habits: સ્ત્રીની 8 ખરાબ આદતો ઘરમાં લાવે છે ગરીબી, ધન બચાવવું હોય તો તુરંત સુધારો

આ ઘટનાને ધ્યાનમાં લઈને અખાડા પરિષદ દ્વારા અમૃત સ્નાનને રદ કરી દેવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાળુઓના હિતમાં અખાડા દ્વારા અન નિર્ણય કરવામાં આવ્યો છે અને મૌની અમાવસ્યાના અમૃત સ્નાનને રદ કરી દેવામાં આવ્યું છે. 

મહાકુંભ 2025 માં કરોડોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. નાસભાગની ઘટના પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ પણ કરી છે. સીએમ યોગી એ લોકોને સંયમ રાખવા અને સતર્કતાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે. સ્નાન કરવા માટે તંત્ર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે. સાથે જ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો છે કે તેઓ જે જગ્યાએ હોય ત્યાં જ રહે અને ત્યાં જ સ્નાન કરે અન્ય ઘાટ પર જવાનો પ્રયત્ન ન કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More