નવી દિલ્હી :પીએનબી કૌભાંડ (PNB Scam) ના આરોપી નીરવ મોદી (Nirav Modi) એ લંડનની કોર્ટ (London Court) માં જામીન માટે અરજી દાખલ કરી છે. નીરવ મોદીએ આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન આપવાની અરજી દાખલ કરી છે. સૂત્રોનું કહેવુ છે કે, તેણે પોતાના વકીલના માધ્યમથી આપવામાં આવેલી અરજીમાં નીરવ મોદીએ ખુદને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન (Depression) નો શિકાર બતાવ્યા છે. સાથે જ તેણે અરજીમાં કોર્ટને એમ પણ કહ્યું છે કે, જો તમે ઈચ્છો તો તેને હાઉસ એરેન્ટ કરીને રાખી શકો છો.
યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video
નીરવ મોદીએ વિક્ટીમ કાર્ડ ખેલ્યું
સૂત્રોના અનુસાર, ઈડી (ED) નું કહેવુ છે કે નીરવ મોદીએ વિક્ટીમ કાર્ડ ખેલ્યું છે. લંડનની કોર્ટમાં જામીન માટે અરજી મૂકીને તેણે કહ્યું કે, તે ગભરાટ અને માનસિક તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ આધાર પર તેને લંડનની કોર્ટ તરફથી શરતી જામીન માંગ્યા છે. જેમાં કહ્યું છે કે, તેને જમાનત આપીને ભલે ઘરમાં નજરકેદ રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદીની જામીન અરજી લંડન કોર્ટ તરફથી અગાઉ પણ ચાર વાર કેન્સલ કરવામાં આવી છે.
પંજાબ નેશનલ બેંક (પીએનબી) ની સાથએ 13500 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં નીરવ મોદીની 19 માર્ચ, 2019ના રોજ હોલબોર્નથી ધરપકડ કરવામાં આવી હતી. તેના બાદથી જ તેને સોંપવાની કામગીરી ચાલી રહી છે. વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી ચાર વાર તેની જામીન અરજી નકારી કાઢવામાં આવી છે. પીએનબીનો આરોપ છે કે, નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ કેટલાક બેંક કર્મચારીઓની મદદથી 13500 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે