Home> India
Advertisement
Prev
Next

Kumar Vishwas News: દિલ્હી MCD ચૂંટણી પહેલા કવિ કુમાર વિશ્વાસને જાનથી મારવાની ધમકી, FIR દાખલ

દિલ્હી એમસીડી ચૂંટણી વચ્ચે કુમાર વિશ્વાસને જાનથી મારવાની ધમકી મળી છે. સાથે તેમને અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણી ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. 

Kumar Vishwas News: દિલ્હી MCD ચૂંટણી પહેલા કવિ કુમાર વિશ્વાસને જાનથી મારવાની ધમકી, FIR દાખલ

નવી દિલ્હીઃ Kumar Vishwas Threat News: ગુજરાત વિધાનસભા અને દિલ્હી એમસીડી ચૂંટણી વચ્ચે કવિ કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણી ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. કુમાર વિશ્વાસના મેનેજરે જણાવ્યું કે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી રહી છે. 

fallbacks

કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાન્ડેયે કહ્યુ કે થોડા દિવસથી એક વ્યક્તિ તરફથી સતત ઈમેલના માધ્યમથી ધમકી આપવામાં આવી રહી છે. ઈમેલ કરનાર વ્યક્તિએ ભગવાન રામ માટે ખુબ અપમાનજનક વાત કહેતા તેનું મહિમામંડન ન કરવાની ચેતવણી આપી છે. સાથે ધમકી આપનાર વ્યક્તિએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કુમાર વિશ્વાસથી સારા ગણાવતા તેમના પર ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી છે. પ્રવીણ પાન્ડેયે જણાવ્યું કે, વ્યક્તિએ ઈમેલમાં લખ્યું છે- હું શહીદ ઉધમ સિંહના શપથ લઉ છું કે તને મારીશ.

આ મામલામાં કુમાર વિશ્વાસની ઓફિસ તરફથી ઈમેલની સૂચના ગૃહ મંત્રાલય તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા એજન્સીને પણ આપવામાં આવી છે. આ મામલા પર કુમાર વિશ્વાસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે- હવે તેમના અને તેમના ચાટુકારો દ્વારા મારા રાઘવેન્દ્ર સરકારના રામના ગુણગાન પસંદ નથી. કહી રહ્યાં છે કે મારી નાખીશું આ બધુ બરાબર છે પરંતુ પોતાના ચાટુકારોને કહે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામને ગાળો ન આપે. તમારો કામ કરો બાકી યાદ રાખો રાવણનો વંશ પણ નથી બચ્યો, તમે ક્યા લવણાસુર છો?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More