લખનઉ: લંડનથી આવીને લખનઉમાં અનેક સમારોહ અને પાર્ટીઓમાં ભાગ લેનારી બોલિવૂડ સિંગર કનિકા કપૂર કોરોના પોઝિટિવ આવતા જાણે ભૂકંપ આવી ગયો છે. લખનઉ પોલીસે શુક્રવારે મોડી રાતે તેના વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી. રાતે 11.22 વાગે સીએમઓએ એમ કહીને સરોજીની નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો કે કનિકાને હોમ ક્વોરન્ટાઈનના નિર્દેશ હોવા છતાં તેણે ભંગ કર્યો. પરંતુ ઉતાવળમાં એફઆઈઆરમાં મોટો લોચો માર્યો. કેસ દાખલ કરનારા મુખ્ય ચિકિત્સાધિકારી (સીએમઓ)ના ચોંકાવનારા દાવાથી ખુબ શાસન અને પ્રશાસન સવાલોના ઘેરામાં છે. આ બાજુ ચૂકનો ખુલાસો થતા જ કમિશનર સુજીત પાંડેએ આગળ તપાસ દરમિયાન એફઆઈઆરમાં તથ્યાત્મક ગડબડી દૂર કરવાની વાત કરી છે.
કોરોના: અનેક લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ સિંગર કનિકા કપૂર સામે FIR દાખલ
હકીકતમાં સરોજીનીનગર પોલીસે જે એફઆઈઆર દાખલ કરી છે તેમાં સીએમઓએ કહ્યું છે કે કનિકા કપૂર લંડન ગઈ હતી અને ત્યાંથી 14 માર્ચના રોજ લખનઉ આવી હતી. 14 માર્ચના રોજ એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાનો નિર્દેશ અપાયો હતો. પરંતુ તેણે આ નિર્દેશોનો ભંગ કરીને અનેક સામાજિક સમારોહમાં ભાગ લીધો. આ માટે તેના વિરુદ્ધ એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી થાય. પોલીસે સીએમઓના આ દાવાના આધાર પર કનિકા વિરુદ્ધ આઈપીસીની કલમ 188એ, 269 અને 270 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
AIIMS directorનું મોટું નિવેદન, કહ્યું- 'દેશમાં ગમે ત્યારે ઊભી થઈ શકે છે લોક ડાઉનની સ્થિતિ'
સીએમઓએ કહ્યું કે 14 માર્ચના રોજ કનિકા આવી જ્યારે લખનઉના લોકોનું કહેવું છે કે તે 11 માર્ચે જ લખનઉ પહોંચી ગઈ હતી. કેસ દાખલ થયો અને આઈએએનએસએ જ્યારે એફઆઈઆર જોઈ તો મોટી ચૂંક જોવા મળી. સવાલ એ ઉઠ્યો કે જો 14 માર્ચે જ તે કોરોના પોઝિટિવ જોવા મળી હતી તો પછી 20 માર્ચના રોજ તેનો ખુલાસો કેવી રીતે થયો. શું પાંચ દિવસ સુધી લખનઉ પ્રશાસન ઊંઘતું રહ્યું. એફઆઈઆરના તથ્યો પર ઘેરાયા બાદ લખનઉના પોલીસ કમિશનર સુજીત પાંડેએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે કનિકા 14 માર્ચના રોજ નહીં પરંતુ 11 માર્ચના રોજ આવી હતી. જે પણ ગડબડી થઈ છે તેને સુધારી લેવામાં આવશે.
Corona: દેશમાં ઘાતક કોરોનાના કુલ 258 કેસ, 24 કલાકમાં નવા 52 દર્દીઓ
જુઓ LIVE TV
કમિશનર સુજીત પાંડેએ ભલે કનિકા કપૂરના લખનઉ પહોંચવાની તારીખમાં ભૂલસુધારની વાત કરી હોય પરંતુ સીએમઓનો આ દાવો ચોંકાવનારો છે કે કનિકા કપૂર એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ મળી હતી. જ્યારે એરપોર્ટના સૂત્રો જણાવે છે કે ત્યાં થર્મલ સ્ક્રિનિંગની સુવિધા ભલે હોય પરંતુ કોરોના તપાસની સુવિધા નથી. આવામાં સીએમઓનો દાવો લખનઉ પ્રશાનની આ મહામારીને પહોંચી વળવાની ગંભીરતાની પોલ ખોલે છે એવું જાણકારોનું માનવું છે.
(ઈનપુટ-એજન્સી આઈએએનએસ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે