Home> India
Advertisement
Prev
Next

દિવાળી પહેલા રૂંધાશે દિલ્હીનો શ્વાસ, NASAએ જાહેર કરી ઘાતક તસ્વીર

નાસાની તસ્વીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે સમગ્ર પંજાબમાં ઠેર ઠેર ભુંસુ સળગાવવામાં આવી રહ્યું છે, જે દિલ્હીની હવા વધારે ઝેરી બનાવશે

દિવાળી પહેલા રૂંધાશે દિલ્હીનો શ્વાસ, NASAએ જાહેર કરી ઘાતક તસ્વીર

નવી દિલ્હી : દિલ્હી -NCRની હવા આગામી દિવસોમાં વધારે ખરાબ થવાની છે. પરિસ્થિતી એવી છે કે પ્રદૂષણના કારણે દિલ્હી ચોક હોઇ શકે છે, એટલે કે અહીની હવામાં શ્વાસ લેવું પણ અઘરુ થઇ જશે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ ઇમેજ પર નજર કરીએ તો સ્થિતી લાલ- લાલ ડોટથી રહેલી તસ્વીરો ખતરા તરફ ઇશારો કરે છે. 28 ઓક્ટોબરે નાસાની તસ્વીર પર નજર કરીએ તો પંજાબના મોટા ભાગના વિસ્તારોમાં આગ લાગેલી છે. અહીં ખેડૂતો મોટા પ્રમાણમાં પરાલી સળગાવી રહ્યા હતા. 

fallbacks

ઉપર તસ્વીરમાં જે રેડ ડોટ દેખાય છે તે સળગી રહેલી પરાલી(ભુંસા)ની તસ્વીર છે. તસ્વીરથી જાણવા મળે છે કે હરિયાણામાં પરાલી સળગાવવાનાં ઉદાહરણ ઓછા છે, જો કે સમગ્ર પંજાબમાં ઘણા બધા રેડ ડોટ જોવા મળી રહ્યા છે. આ તે જ વિસ્તારો છે જ્યાંના ખેડૂતો પરાલી સળગાવ્યા જ કરે છે. 

નાસાની તસ્વીરો પર નજર નાખીએ તો મહીનાની શરૂઆતથી જ રાજ્યમાં પરાલી સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર દ્વારા સતત ભુસુ સળગાવનારા ખેડૂતોને તેવું નહી કરવા માટેની ભલામણ કરાઇ રહી છે. જો કે આવી ઘટનાઓમાંકોઇ જ ઘટાડો નથી થઇ રહ્યો. વડાપ્રધાન પોતે જ આવુ નહી કરવા માટેની અપીલ કરી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More