Home> India
Advertisement
Prev
Next

Rashtrapati Bhavan માં લાગેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પોર્ટ્રેટ પર વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના

તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રપતિ ભવનમાં જે પોર્ટ્રેટ લગાવવામાં આવ્યું છે, તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ  (Netaji Subhas Chandra Bose) નું નહીં, તેમની ભૂમિકા ભજવનારા અભિનેતા પ્રસેનજિતનું છે. પરંતુ બાદમાં તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધુ. 

Rashtrapati Bhavan માં લાગેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પોર્ટ્રેટ પર વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના

નવી દિલ્હીઃ બે દિવસ પહેલા દેશ મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose) ની 125મી જયંતિ મનાવી રહ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું એક ચિત્ર પણ લગાવવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) એ નેતાજીના પોટ્રેટનું અનાવરણ કર્યુ હતું. બે દિવસ બાદ તે પોટ્રેટ ટ્વિટર પર એક વિવાદના કેન્દ્રમાં છે. કેટલાક લોકોનો દાવો છે કે આ પોટ્રેટ નેતાજીનું નહીં, પરંતુ એક ફિલ્મમાં તેમની ભૂમિકા ભજવનારા અભિનેતા (Actor Prasenjit) નું છે. આ દાવો કરનારામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પણ સામેલ હતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના સત્તાવાર હેન્ડલથી પણ આવું ટ્વીટ કરવામાં આવ્યું. પરંતુ એક બીજો વર્ગ કરી રહ્યો છે કે પોટ્રેટ નેતાજીનું જ છે. બન્ને તરફથી પોત-પોતાના તર્ક રજૂ કરવામાં આવ્યા. થોડા સમય બાદ મોઇત્રાએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું. તો અન્ય લોકોએ પણ પોતાના ટ્વીટ ડિલીટ કરી દીધા છે. 

fallbacks

ક્યાંથી શરૂ થયો વિવાદ?
ટીએમસી નેતા મોઇત્રા (Mahua Moitra) આવો આરોપ લગાવનારા પ્રથમ મોટા નેતા હતા. ત્યારબાદ ઘણા વેરિફાઇટ હેન્ડલ વાળા પત્રકારોએ પણ તેને લઈને ટ્વીટ કર્યા. જોત જોતામાં ટ્વીટનું પૂર આવી ગયું જે રાષ્ટ્રપતિ ભવનમાં લાગેલા ચિત્રને પ્રસેનજિતનું પોટ્રેટ ગણાવવા લાગ્યા. જ્યારે કેટલાક હેન્ડલ પરથી આવા આરોપો પર કાઉન્ટર કરવાનું શરૂ કરવામાં આવ્યું તો એક અલગ પ્રકારનો વિવાદ ઉભો થઈ ગયો. જોત-જોતામાં  President of India ટ્રેન્ડિંગ ટોપિક્સમાં આવી ગયો. સાથે Prosenjit, Rashtrapati Bhavan, Netaji અને Fake News પણ ટ્રેન્ડ થવા લાગ્યા. 

fallbacks

fallbacks

નેતાજીના પૌત્રએ પાછલા વર્ષે ટ્વીટ કર્યો હતો આવો ફોટો
ઘણા યૂઝર્સે આ આરોપોના જવાબમાં નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે પાછલા વર્ષે કરેલા એક ટ્વીટને કોટ કરવાનું શરૂ કરી દીધુ. બોઝે મૂળ પોર્ટ્રેટને શેર કરતા નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય જાણીતા પેન્ટર પરેશ મૈતીનો સંદર્ભ પણ આપવામાં આવ્યો. પદ્મશ્રીથી સન્માનિત મૈતી તે કલાકાર છે જેમણે આ પોર્ટ્રેટ બનાવ્યું છે જે રાષ્ટ્રપતિ ભવનમાં લાગ્યું છે. મૈતી પશ્ચિમ બંગાળથી આવે છે. બંગાળ કોંગ્રેસે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે પણ ટ્વીટ ડિલીટ કરી માફી માંગી લીધી છે. 

સોશિયલ મીડિયા પર આરોપ લગાવવો ખુબ સરળ છે. નેતાઓ સહિત ઘણા યૂઝર્સોએ રાષ્ટ્રપતિ ભવન સચિવાલય સહિત કેન્દ્ર સરકારને આડુ-અવળુ કહેવાનું શરૂ કરી દીધું હતું. હવે તેમાંથી ઘણા સફાઈ આપી રહ્યાં છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More