Home> India
Advertisement
Prev
Next

Post Office Scheme: 10 વર્ષથી મોટા બાળકોનું ખાતું ખોલાવો, અભ્યાસ માટે દર મહિને મળશે 2500 રૂપિયા

આ એકાઉન્ટની એક ખાસિયત એ છે કે તેને સિંગલ કે ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે.

Post Office Scheme: 10 વર્ષથી મોટા બાળકોનું ખાતું ખોલાવો, અભ્યાસ માટે દર મહિને મળશે 2500 રૂપિયા

નવી દિલ્હી: જો તમે કોઈ પણ જોખમ વગર સારો નફો મેળવવા માંગતા હોવ તો પોસ્ટ ઓફિસની યોજના  (Post Office Scheme) બેસ્ટ છે. પોસ્ટ ઓફિસની MIS એક એવી સેવિંગ સ્કીમ છે જેમાં તમે એકવાર પૈસા લગાવીને દર મહિને ઈન્ટરેસ્ટનો લાભ મેળવી શકશો. આ એકાઉન્ટથી અનેક ફાયદા મળી રહ્યા છે. આ એકાઉન્ટ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ પર ખોલાવી શકાય છે. જો તમે તમારા બાળકોના નામથી ખાતું ખોલાવશો તો દર મહિને તમને જે વ્યાજ મળશે તેનાથી તમે ટ્યૂશનની ફી ભરી શકો છો. 

fallbacks

ક્યાં ખોલાવશો ખાતું
પોસ્ટ ઓફિસનું આ ખાતું તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો. જે હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. હાલ આ યોજના હેઠળ વ્યાજનો દર 6.6 ટકા છે. જો બાળકની ઉંમર 10 વર્ષ કરતા વધુ હોય તો તમે તેના નામથી આ એકાઉન્ટ ખોલાવી શકો છો અને જો ઓછી હોય તો તેના બદલે પેરેન્ટ્સ આ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે. ત્યારબાદ તેને  બંધ કરી શકાય છે. 

જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ છે શ્રેષ્ઠ યોજના; થોડા વર્ષોમાં કરોડપતિ બની જશો

જાણો ગણતરી
જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ છે અને તમે તેના નામ પર 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને દર મહિને 6.6 ટકા વર્તમાન વ્યાજદરથી 1100 રૂપિયા મળશે. પાંચ વર્ષમાં આ વ્યાજ બધુ મળીને 66 હજાર રૂપિયા થશે અને છેલ્લા મારા 2 લાખ રૂપિયા રિટર્ન પણ થઈ જશે. આ પ્રકારે નાના બાળક માટે તમને 1100 રૂપિયા મળશે જેનો તમે તેના અભ્યાસમાં ખર્ચ કરી શકો છો. પેરેન્ટ માટે આ રકમ એક સારી મદદ બની શકે છે. 

PICS: આલિયાએ પહેર્યું એટલું વિચિત્ર બ્લાઉઝ, લોકોએ સોશિયલ મીડિયામાં કરી જબરદસ્ત ટ્રોલ

દર મહિને મળશે 1925 રૂપિયા
આ એકાઉન્ટની એક ખાસિયત એ છે કે તેને સિંગલ કે ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. જો આ એકાઉન્ટમાં તમે 3.50 લાખ રૂપિયા જમા કરાવો તો તમને વર્તમાન વ્યાજ દરથી દર મહિને 1925 રૂપિયા મળશે. શાળામાં ભણતા બાળકો માટે આ રકમ ખુબ મોટી છે. 

આ વ્યાજના પૈસાથી તમે શાળાની ફી, ટ્યૂશન ફી, પેન- નોટ વગેરે ખર્ચા સરળતાથી કાઢી શકો છો. આ યોજનાની વધુમાં વધુ લિમિટ એટલે કે 4.5 લાખ રૂપિયા જમા કરવાથી તમે દર મહિને 2475 રૂપિયાનો લાભ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More