Home> India
Advertisement
Prev
Next

સંસદના સેન્ટ્રલ હોલમાં અટલ બિહારી વાજપેયીની તસવીરનું રાષ્ટ્રપતિએ કર્યું અનાવરણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, વાજપેયીના મૌનમાં પણ સંવાદ અને આત્મીયતાનો ભાવ હતો. તેમણે જણાવ્યું કે, વડા પ્રધાન તરીકે વાજપેયીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ નિર્ણાયક નેતૃત્વ આપ્યું છે

સંસદના સેન્ટ્રલ હોલમાં અટલ બિહારી વાજપેયીની તસવીરનું રાષ્ટ્રપતિએ કર્યું અનાવરણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પૂર્વ વડા પ્રધાન વાજપેયીના આદમ કદના તૈલચિત્રનું અનાવરણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને આદર્શો સાથે ક્યારેય સમાધાન નહીં કરનારા દિગ્ગજ નેતા જણાવતા કહ્યું કે, વ્યક્તિગત જીવનના હિત માટે ક્યારેય પોતાનો માર્ગ ન બદલવો અને લોકશાહીમાં સ્પર્ધા હોવા છતાં પણ એકબીજા પ્રત્યે આદર ભાવ રાખવો એ પૂર્વ વડા પ્રધાન પાસેથી શીખવાની બાબત છે. 

fallbacks

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "અટલજીના જીવન પર ઘણી બધી વાતો કરી શકાય છે. કલાકો સુધી વાતો કરીએ તો પણ સમાપ્ત નહીં થાય. વ્યક્તિગત જીવનના હિત માટે ક્યારેય પોતાનો રસ્તો ન બદલવો. જાહેર જીવનમાં અમારા જેવા અનેક કાર્યકર્તાઓ માટે તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે."

મહીસાગરમાં વાઘ દેખાયાનો દાવો સાચો, વન વિભાગના કેમેરામાં ક્લિક થયો વાઘ, જુઓ Exclusive Photo

જાહેર જીવનની પાઠશાલા હતા અટલજીઃ રાષ્ટ્રપતિ કોવિંદ
ભારતીય રાજનીતિના મહાનાયકોમાં અટલજીને હંમેશાં યાદ રાખવામાં આવશે. રાજનીતિમાં વિજય અને પરાજયનો સ્વીકાર કરવામાં જે સહજતા અને ગરિમાનો પરિચય તેમણે આપ્યો છે તે અનુકરણીય છે. તેઓ વિપરીત પરિસ્થિતિમાં ધીરજનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા. 

રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, વાજપેયીજી જાહેર જીવનની પાઠશાલા હતા અને તેમની પાસેથી જાહેર જીવન કેવી રીતે જીવવું તેના અંગે ઘણું બધું શીખી શકાય છે. તેમના મૌનમાં પણ સંવાદ અને આત્મિયતાનો ભાવ હતો. એક વડા પ્રધાન તરીકે તેમણે પડકારજનક પરિસ્થિતીમાં પણ નિર્ણાયક નેતૃત્વ આપ્યું છે.  

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિકે....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More