Mumbai real estate : દેશનો મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘર ખરીદવાનું સપનું અધૂરું રહી જશે તેવું લાગે છે. પરંતુ આ વચ્ચે એક પ્રોપર્ટી માર્કેટની એક મોટી ખબર એ આવી છે કે, વૈભવી ઘરોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, વૈભવી ઘરો હવે સ્ટેટસ સિમ્બોલ અને અબજોપતિઓ માટે સત્તાનો ખેલ બની ગયા છે. જાણો તાજેતરનો અહેવાલ શું કહે છે.
14750 કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક વેચાણ
ઈન્ડિયા સોથેબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી અને સીઆરઈ મેટ્રિક્સના તાજેતરના અહેવાલ મુજબ, મુંબઈમાં કુલ 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરો 14750 કરોડ રૂપિયામાં વેચાયા છે.
સ્ટેટસ, પાવર અને લક્ઝરી લાઇફસ્ટાઇલનું પ્રતીક
રિપોર્ટ મુજબ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વૈભવી ઘરો માત્ર જરૂરિયાત જ નહીં પણ સ્ટેટસ, પાવર અને લક્ઝરી લાઇફસ્ટાઇલનું પ્રતીક પણ બની ગયા છે.
દેશમાં 185 અબજોપતિ
યુબીએસ બિલિયોનેર એમ્બિશન રિપોર્ટ ૨૦૨૪ ટાંકીને જણાવવામાં આવ્યું છે કે દેશમાં હવે ૧૮૫ અબજોપતિ છે. 10 વર્ષમાં તેમની કુલ સંપત્તિ 263 ટકા વધીને US $ 905.6 બિલિયન થઈ ગઈ છે.
મુંબઈ-કોલકાત્તા સમુદ્રમાં ડૂબી જશે? ૩ કરોડ લોકો પાસે આટલો જ સમય બાકી, ડરામણો રિપોર્ટ
રોકાણ નહીં પણ સફળતાનું પ્રદર્શન
ધનવાનો માટે, વરલી અથવા બાંદ્રામાં વૈભવી પેન્ટહાઉસ અથવા બંગલો ખરીદવો એ રોકાણ નહીં પણ સફળતા અને સામાજિક દરજ્જાનું શક્તિશાળી પ્રદર્શન બની રહ્યું છે.
દક્ષિણ મુંબઈની બહારના ખરીદદારો
અહેવાલ મુજબ, મોંઘા ઘર ખરીદનારા ટોચના 10 વિસ્તારોમાં 24% ખરીદદારો દક્ષિણ મુંબઈની બહારના વિસ્તારોમાંથી આવી રહ્યા છે. લોકો ગોરેગાંવ અને અંધેરી જેવા ઉપનગરો છોડીને વરલી, બાંદ્રા અને પ્રભાદેવી જેવા પોશ વિસ્તારોમાં જઈ રહ્યા છે.
સુવિધાઓ અને ઉત્તમ ડિઝાઇન
અહેવાલ મુજબ, ખરીદદારોની પહેલી પસંદગી નવા પ્રોજેક્ટ્સ છે. હકીકતમાં, હવે તેઓ આધુનિક સુવિધાઓ અને વધુ સારી ડિઝાઇન ઇચ્છે છે.
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું, મહિલાઓ પર ટિપ્પણી કરી ફસાયા કથાકાર અનિરુદ્ધાચાર્ય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે