જયપુર: રાજસ્થાન (Rajasthan) માં સત્તાનો સંઘર્ષ રસપ્રદ વળાંકે આવી ગયો છે. ઝડપથી બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય પણ સક્રિય થયું છે. ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ પાસે ફોન ટેપિંગ મામલે રિપોર્ટ માંગ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરીને બહુમતનો દાવો પણ કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર બુધવાર કે ગુરુવારે વિધાનસભા સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ ( Floor Test) કરાવી શકે છે. એટલે કે રાજસ્તાનનું પિક્ચર હજુ બાકી છે.
ભારતમાં Covid-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કોરોનાથી હાલાત બગડ્યા: IMA
રાજસ્થાનના રાજકારણમાં મુઘલ એ આઝમ, અનારકલી અને લગાનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. જયપુરની હોટલ ફેરમાઉન્ટમાં ગેહલોત કેમ્પના ધારાસભ્યોને ફિલ્મ મુઘલ એ આઝમ દેખાડવામાં આવી. ત્યારબાદ ફિલ્મ લગાન બતાવવામાં આવી. મહિલા ધારાસભ્યોએ હોટલના કિચનની અંદર શેફ સાથે કુકિંગ ક્લાસ પણ કર્યાં. હોટલમાં પિક્ચર ચાલી રહ્યું છે પરંતુ રાજસ્થાનમાં સત્તાના જંગમાં પિક્ચર હજુ બાકી છે. ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ સંબંધિત કથિત ફોન ટેપિંગ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હવે સક્રિય થયું છે.
ગૃહ મંત્રાલયે ફોન ટેપીંગનો માગ્યો રિપોર્ટ, BJP નેતા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળ્યા
સૂત્રોના જણાવ્યાં મુજબ રાજસ્થાનના ફોન ટેપિંગ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માંગ્યો છે. જો કે મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપનું કહેવું છે કે ફોન ટેપિંગની તેમને જાણકારી નથી કે ફોન ટેપિંગને લઈને તેમની પાસે કોઈ ફરિયાદ આવી નથી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં થયેલી ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે ફોન ટેપિંગ મામલે સીબીઆઈ તપાસની માગણી કરી છે. ભાજપના સવાલો પર કોંગ્રેસે પલટવાર કરતા આરોપ લગાવ્યો કે ભાજપે સ્વીકારી લીધુ છે કે ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી.
રાજસ્થાન CM ગેહલોતના નજીકના મિત્રોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ-જ્વેલેરી જપ્ત
ભાજપ અને કોંગ્રેસમાં વાર પલટવાર વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યા મુજબ ગેહલોતે રાજ્યપાલને જણાવ્યું કે તેમની પાસે વિધાયકોનું પૂરતું સમર્થન છે અને સરકાર સંપૂર્ણપણે સ્થિર છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બુધવાર-ગુરુવારે વિધાનસભા સત્ર બોલાવવામાં આવી શકે છે. આ સત્રમાં ફ્લોર ટેસ્ટ પણ થઈ શકે છે.
જુઓ LIVE TV
આ બાજુ હરિયાણાના માનેસરમાં આઈટીસી ભારત હોટલમાં પણ હલચલ વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા અને રાજેન્દ્ર રાઠોડે 2 કલાક સુધી બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરી. આ બધા વચ્ચે અશોક ગેહલોતના નીકટના લોકો રાજીવ અરોડા, સુનિલ કોઠારી અને રતનકાંત શર્માના ઠેકાણાઓ પર આવકવેરા વિભાગના દરોડામાં લગભગ 12 કરોડ કેશ મળી આવી છે. એક કરોડ 70 લાખના દાગીના પણ મળ્યાં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે