Home> India
Advertisement
Prev
Next

પ્રણવ મુખર્જીએ પહેલા કરી ચૂંટણી પંચની પ્રશંસા, હવે EVM વિવાદ પર આપ્યું મોટું નિવેદન 

લોકસભા ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમ વિવાદ પર પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે, "હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના અહેવાલો પર ચિંતિત છું." આ સાથે જ તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષા એ ચૂંટણી પંચની જવાબદારી છે. 

પ્રણવ મુખર્જીએ પહેલા કરી ચૂંટણી પંચની પ્રશંસા, હવે EVM વિવાદ પર આપ્યું મોટું નિવેદન 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈવીએમ વિવાદ પર પોતાના તાજા નિવેદનમાં કહ્યું છે કે, "હું મતદારોના નિર્ણય સાથે કથિત છેડછાડના અહેવાલો પર ચિંતિત છું." આ સાથે જ તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષા એ ચૂંટણી પંચની જવાબદારી છે. 

fallbacks

આ 3 રાજ્યોમાં છૂપાયેલું છે NDAની સફળતાનું મોટું રહસ્ય, પરંતુ એક્ઝિટ પોલ કરી રહ્યાં છે ભ્રમિત!

ઈવીએમના દુરઉપયોગની ફરિયાદો તપાસમાં ખોટી નીકળી: ચૂંટણી પંચ
આ અગાઉ ચૂંટણી પંચે મતદાન બાદ ઈવીએમને મતગણતરીના સ્થળો સુધી પહોંચાડવામાં ગડબડી અને દુરઉપયોગને લઈને ઉત્તર પ્રદેશ તથા બિહાર સહિત વિભિન્ન રાજ્યોથી મળેલી ફરિયાદોને પ્રાથમિક તપાસના આધારે ખોટી ગણાવીને ફગાવી દીધી છે. પંચના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે મશીનોને મતગણતરીના સ્થળોએ લઈ જવા અને રાખવામાં ગડબડીની ફરિયાદોને ગંભીરતાથી લેતા જે તે રાજ્યોના જિલ્લા ચૂંટણી અધિકારીઓ પાસેથી તત્કાળ તપાસ રિપોર્ટ લેવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યુ કે જે મશીનોની ફરિયાદ કરવામાં આવી છે તે રિઝર્વ મશીનો હતી. તેમનો મતદાનમાં ઉપયોગ કરાયો નથી. મતદાન દરમિયાન ઈવીએમમાં ટેક્નિકલ ખામી થતા તેને રિઝર્વ મશીનો સાથે બદલી નાખવામાં આવતી હોય છે. 

વિપક્ષ ફરિયાદ કરવા જશે ચૂંટણી પંચ પાસે, તો પ્રણબ મુખર્જી બોલ્યા શાનદાર રીતે થઇ ચૂંટણી

ઉલ્લેખનીય છે કે પંચે ઉત્તર પ્રદેશના ગાઝીપુર, ચંદૌલી, ડુમરિયાગંજ અને ઝાંસી તથા બિહારની સારણ સીટ પર મતદાન બાદ ઈવીએમના દુરઉપયોગની ફરિયાદો પર કાર્યવાહીના આધારે કોઈ પણ પ્રકારની ગડબડી કે દુરઉપયોગની આશંકાનો ઈન્કાર કર્યો હતો. 

પંચે ઝાંસીમાં ફરિયાદની તપાસ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે મતદાનમાં ઉપયોગમાં લેવાયેલી ઈવીએમ અને વીવીપેટને વ્યવસ્થિત રીતે સીલ કર્યા બાદ મતગણતરીના કેન્દ્રો પર બનેલા સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાની નિગરાણીમાં સુરક્ષિત રખાયા છે. આ જગ્યાઓ પર કેન્દ્રીય પોલીસ બળના જવાનો તહેનાત છે. સ્ટ્રોંગ રૂમને ઉમેદવારો અને તેમના નિર્ધારિત પ્રતિનિધિ ગમે ત્યારે જોઈ શકે છે. પંચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત થયો હોવાના આધારે મશીનોના દુરઉપયોગ અને રાખરખાવમાં ગડબડીની ફરિયાદોને ખોટી ગણાવી. 

નેતાઓ ચૂંટણી પંચમાં પહોંચ્યા
આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ ઈવીએમ અને વીવીપેટના મુદ્દે કોંગ્રેસ, સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ સહિત તમામ પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓએ મંગળવારે એક બેઠક યોજી અને ત્યારબાદ ચૂંટણી પંચ પહોંચ્યા હતાં. અહીં થયેલી બેઠકમાં ઈવીએમ સંલગ્ન ફરિયાદો તથા વીવીપેટના મુદ્દે ચર્ચા કરાઈ. 

વિપક્ષી નેતાઓની બેઠકમાં કોંગ્રેસના અહેમદ પટેલ, અશોક ગેહલોત, ગુલામનબી આઝાદ, અને અભિષેક મનુ સિંઘવી, માકપાથી સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, સપાના રામગોપાલ યાદવ, બસપામાંથી સતીષચંદ્ર મિશ્રા અને દાનિશ અલી, ડીએમકેના કનિમોઈ, આરજેડીના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ્લ પટેલ અને માઝિદ મેમણ તથા અન્ય પાર્ટીઓના નેતાઓ પણ સામેલ થયા હતાં. 

જુઓ LIVE TV

સુપ્રીમે 100 ટકા EVM-VVPAT મેચની માગણી ફગાવી
આ બાજુ 100 ટકા EVM-VVPAT મેચની માગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે આજે નાકારી કાઢી છે. એક એનજીઓએ આ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે, એક જ માગ વારંવાર ના સાંભળી શકીએ, લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે. કોર્ટ તેની સામે આવશે નહીં. આ પહેલા 21 વિપક્ષી પાર્ટીઓએ 50 ટકા મેચની માગ કરી હતી. 

રાજકીય પક્ષની અરજી રદબાતલ
આ અગાઉ EVM-VVPAT મેચ કરવાને લઇને કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓને સુપ્રીમ કોર્ટથી રહાત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે 21 પાર્ટીઓની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી. 8 એપ્રીલે સુપ્રીમ કોર્ટે દરક વિધાનસભામાં એક EVMને VVPATથી મેચને વધારી 5 કરી દીધા હતા, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ મેચને 50 ટકા કરવાની માગ કરી હતી. વિપક્ષના નેતા ચંદ્રબાબૂ નાયડૂ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશ ચંદ્ર મિશ્ર સહિત વિપક્ષના 21 નેતાઓએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં EVM દ્વારા કરવામાં આવતી ચૂંટણીમાં ખલેલની આશંકા વ્યક્ત કરતા 50 ટકા સુધી VVPAT સ્લિપ્સને EVMથી મેચ કરવાની માગ કરી હતી.

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More