નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે નાગપુર ખાતેના આરએસએસના હેડક્વાર્ટરમાં આયોજિત સંઘ શિક્ષા વર્ગના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભવા ચડી ગયા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રણવ મુખરજી સંઘ શિક્ષા વર્ગના તૃતીય વર્ષના તાલીમ કોર્સના સમાપન સમારોહમાં ભાષણ આપશે. વાત જાણે એમ છે કે એક કોંગ્રેસી નેતા તરીકે પ્રણવ મુખરજીએ હંમેશા સંઘની ટીકા કરી છે. જેના કારણે સંઘ કાર્યકર્તાઓ અને લોકોને એ અંગે ઉત્સુકતા છે કે તેઓ સમારોહમાં પોતાના ભાષણ દરમિયાન શું સંદેશ આપશે.
આ સમારોહમાં ભાગ લેવા માટે પ્રણવ મુખરજી ગુરુવારે બુધવારે નાગપુર પહોંચી ગયાં. તેમના નાગપુર પહોંચતાની સાથે જ મોટી સંખ્યામાં સંઘ કાર્યકર્તા પણ નાગપુર એરપોર્ટ પહોંચ્યાં, જ્યાં સંઘના સહસર કાર્યવાહ વી. ભગૈય્યા અને નાગપુર શહેર શાખાના અધ્યક્ષ રાજેશ લોયાએ ફૂલોના ગુલદસ્તાથી તેમનું સ્વાગત કર્યું.
I did not expect this from Pranab da ! https://t.co/VBqXZ8x7SE
— Ahmed Patel (@ahmedpatel) June 6, 2018
ઉલ્લેખનીય છે કે મુખરજીના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાથી તેઓ ખુબ ચર્ચામાં છે અને મોટો વિવાદ પણ ઊભો થયો છે. આ કાર્યક્રમમાં સામેલ થવાની સહમતી આપ્યા બાદ અનેક કોંગ્રેસ નેતાઓએ તેમને ધર્મનિરપેક્ષતાના હિતમાં તેમાં ભાગ નહીં લેવાનો આગ્રહ કરી ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલે પણ પ્રણવ મુખરજીના સંઘના સમારોહમાં જવા અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મેં પ્રણવ દા પાસેથી આ આશા નહતી રાખી.
પુત્રી શર્મિષ્ઠાની ચેતવણીને પણ પ્રણવદાએ ફગાવી, આજે RSSના કાર્યક્રમમાં સામેલ થશે
કોંગ્રેસના નેતાઓના આ નિવેદનો બાદ હવે તેમના પરિજનોએ પણ સવાલ ઉઠાવ્યાં છે. પ્રણવદાના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું કે તેમના પિતા નાગપુર જઈને ભાજપ તથા આરએસએસને બનાવટી ખબરો રચવા અને અફવાઓ ફેલાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેમના ભાષણ તો ભૂલાઈ જશે પરંતુ તસ્વીરો રહી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે