Rippling Co-Founder Prasanna Shankar: હાલમાં જ રિપ્લિંગના સહસંસ્થાપક પ્રસન્ના શંકરે પત્ની પર બેવફાઈના આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ હવે તેમની પત્ની પણ ખુલીને સામે આવી છે અને તેમના વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમની પત્ની દિવ્યા શશિધરે કોર્ટમાં દાવો કર્યો છે કે પ્રસન્ના પોતે લગ્ન થયા હોવા છતાં અન્ય મહિલાઓ સાથે સંબંધોમાં સામેલ હતા અને તેમણે તેમને જબરદસ્તીથી 'ઓપન મેરેજ' કરવા માટે મજબૂર કર્યા હતા.
'સાન ફ્રાન્સિસ્કો સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ મુજબ દિવ્યાએ દાવો કર્યો કે તેમના પતિએ તેની સાથે જબરદસ્તી કરી, વેશ્યાઓ સાથે સંબંધ રાખ્યા, તેમની જાસૂસી કરી અને તેને રોજબરોજની ગતિવિધિઓ દરમિયાન રેકોર્ડ કરી. એટલે સુધી કે બાથરૂમ જેવી જગ્યાઓ પણ તેમણે ન છોડી. દિવ્યાએ આરોપ લગાવ્યો કે પ્રસન્ના તેમને અને તેમના પુત્રને અલગ અલગ દેશોમાં લઈ જતો હતો જેથી કરીને પોતાની ભારે ભરખમ સંપત્તિ પર ટેક્સ ન ભરવો પડે. કોર્ટમાં આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે પ્રસન્ના તેમને ઓફિસમાંથી રજા લેવા માટે મજબૂર કરતા હતા જેથી કરીને શારીરિક સંબંધ બનાવી શકે અને ના પાડે તો ધમકી આપે કે બહાર કોઈ અન્ય સાથે સંબંધ બનાવી લેશે.
ડિલિવરી બાદ કર્યું સેક્સ
એવો દાવો છે કે દિવ્યાએ એમ પણ કહ્યું છે કે "પ્રસન્નાએ ડિલિવરી બાદ જ્યારે તે શારીરિક દુખાવાથી પહેલેથી પરેશાન હતી ત્યારે પણ સેક્સ કર્યું. તેણે કહ્યું કે પ્રસન્ના કહેતા હતા કે સેક્સ તેમની બિઝિક જરૂરીયાત છે. ભલે હું ગમે તેટલી તકલીફમાં કેમ ન હોઉ, મારે કરવું જ પડશે. નહીં તો તે બહાર કોઈ બીજા પાસે જતા રહેશે."
રિપોર્ટ્સ મુજબ પ્રસન્નાએ જો કે આ આરોપો ફગાવ્યા છે. તેમનો દાવો છે કે પત્ની આ સંબંધો વિશે જાણતી હતી અને બંને વચ્ચે તેના પર સહમતિ હતી.
પ્રસન્નાએ શું આરોપ લગાવ્યા હતા
આ અગાઉ પ્રસન્નાએ પોતે દાવો કર્યો હતો કે તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમનો એક નવ વર્ષનો પુત્ર પણ છે. પ્રસન્નાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં હતી અને તેમણે તે વ્યક્તિ સાથે પત્નીના મેસેજ અને હોટલ બુકિંગના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. પ્રસન્નાએ તે વ્યક્તિનું નામ અનૂપ જણાવ્યું હતું. જ્યારે દિવ્યાએ આરોપ લગાવ્યો કે પ્રસન્નાએ અનેકવાર સેક્સવર્કર્સનો સંપર્ક કર્યો હતો અને 2019માં ઈમેઈલ દ્વારા તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
હાલ આ કપલ પોતાના 9 વર્ષના પુત્રની કસ્ટડી માટે પણ કાનૂની લડાઈ લડી રહ્યું છે. આ મામલો ગંભીર બની રહ્યો છે અને બંને પક્ષો તરફથી કોર્ટમાં અનેક દસ્તાવેજ અને આરોપ રજૂ થઈ ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે રિપ્લિંગ અમેરિકાની ટોપ સોફ્ટવેર કંપનીઓમાં ગણાય છે અને તેના કો ફાઉન્ડરનું આ રીતે વિવાદમાં આવવું એ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યું છે. દિવ્યાએ ડિવોર્સની સાથે કોર્ટમાં વિસ્તૃત દસ્તાવેજો પણ રજૂ કર્યા છે જેના મામલો વધુ ગરમાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે