Home> India
Advertisement
Prev
Next

દબંગ દુલ્હન જોઈ? સ્ટેજ પર ચડતા પહેલા ફાયરિંગ કર્યું અને પછી દુલ્હેરાજાને પહેરાવી વરમાળા, Video થયો વાયરલ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢના જેઠવારા પોલીસ સ્ટેશન પાસેના એક ગામમાં રવિવારે રાતે એક લગ્નમાં દુલ્હને પહેલા રિવોલ્વરમાંથી ગોળી છોડી અને પછી દુલ્હાને વરમાળા પહેરાવી

દબંગ દુલ્હન જોઈ? સ્ટેજ પર ચડતા પહેલા ફાયરિંગ કર્યું અને પછી દુલ્હેરાજાને પહેરાવી વરમાળા, Video થયો વાયરલ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢના જેઠવારા પોલીસ સ્ટેશન પાસેના એક ગામમાં રવિવારે રાતે એક લગ્નમાં દુલ્હને પહેલા રિવોલ્વરમાંથી ગોળી છોડી અને પછી દુલ્હાને વરમાળા પહેરાવી. લાલ કપડામાં સજેલી ધજેલી દુલ્હનના હર્ષ ફાયરિંગ કરવાનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. 

fallbacks

જેઠવારા પોલીસ સ્ટેશનથી લગભગ 3 કિમી દૂર એક ગામમાં રવિવારે રાતે જાન આવી હતી. જયમાળા માટે આકર્ષક મંચ સજેલો હતો. રાતે લગભગ 11 વાગે લાલ જોડામાં દુલ્હન જયમાળા માટે ઘરેથી નીકળી તો સાથે ચાલતી મહિલાઓ મંગળ ગીતો ગાતી હતી. દુલ્હન જયમાલાના મંચની સીડી ચડવા લાગી ત્યારે જ અચાનક પાસેના એક વ્યક્તિએ તેને રિવોલ્વર આપી દીધી. દુલ્હને મંચ પર ચડતા પહેલાજ રિવોલ્વરમાંથી હર્ષ ફાયરિંગ કર્યું અને પછી વરમાળા પહેરાવી. દુલ્હને ફાયરિંગ કરતા જ ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી. 

જુઓ Video

બીજા દિવસે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વિસ્તારમાં દુલ્હને રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાનો વિષય ચર્ચામાં આવી ગયો. મળતી માહિતી મુજબ લગ્નમાં ખુશીમાં દુલ્હન દ્વારા આ રીતે ફાયરિંગ કરાયું હોવાનો જિલ્લામાં પહેલો કેસ સામે આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More