Home> India
Advertisement
Prev
Next

પ્રેમીના ઘરની સામે ટાંકી પર ચડી કિશોરી, કલાકો સુધી ભજવાયો શોલેનો સીન

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે સમયે હોબાળો થઇ ગયો, જ્યારે અહીં એક કિશોરી પ્રેમિકા ફિલ્મી સ્ટાઇલમાં ટાંકી પર ચડી ગઇ. આ મુદ્દે કાશીરામ કોલોની ચાર રસ્તા પાસેનો છે. ફિલ્મ શોલેના વીરૂ એ ઉલટા અહીં બસંતી પોતે જ ટાંકી પર ચડી ગઇ. જણાવાઇ રહ્યું છે કે કિશોરી પ્રેમિકા, પ્રેમીના ઘરની સામે બનેલી પાણીની ટાંકી પર ચડી ગઇ અને પોતાનો જીવ આપવાની ધમકી આપવા લાગી હતી. 

પ્રેમીના ઘરની સામે ટાંકી પર ચડી કિશોરી, કલાકો સુધી ભજવાયો શોલેનો સીન

પ્રતાપગઢ : ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તે સમયે હોબાળો થઇ ગયો, જ્યારે અહીં એક કિશોરી પ્રેમિકા ફિલ્મી સ્ટાઇલમાં ટાંકી પર ચડી ગઇ. આ મુદ્દે કાશીરામ કોલોની ચાર રસ્તા પાસેનો છે. ફિલ્મ શોલેના વીરૂ એ ઉલટા અહીં બસંતી પોતે જ ટાંકી પર ચડી ગઇ. જણાવાઇ રહ્યું છે કે કિશોરી પ્રેમિકા, પ્રેમીના ઘરની સામે બનેલી પાણીની ટાંકી પર ચડી ગઇ અને પોતાનો જીવ આપવાની ધમકી આપવા લાગી હતી. 
આ નજારો જોઇને ફિલ્મ શોલેની યાદ આવી ગઇ હતી. ફરક માત્ર એટલો છે કે ફિલ્મમાં બસંતી સાથે લગ્ન માટે વીરૂએ પોતાની ટાંકીથી પગ પણ બહાર કાઢ્યો હતો. મળતી માહિતી અનુસાર પ્રેમિકાએ આ પગલું ઉઠાવ્યું કારણ કે,બંન્નેના ધર્મ અલગ હતા. પહેલા તે પોતાની પ્રેમીના ઘરે પહોંચી તેની માં સાથે કંઇક વાત કરીત્યાર બાદ અચાનક તે ભાગતા ભાગતા પાણીની ટાંકી પર ચડી ગઇ. 

fallbacks

હોબાળો સાંભલીને લોકો એકત્ર થવા લાગ્યા. જ્યારે કિશોરીએ ટાંકીની રેલિંગ પરથી લટકવા લાગી તો પ્રેમીની માંએ  ઘટના સ્થળે પહોંચીને ઉતરવા માટેની ભલામણ કરવા લાગી.જ્યારે કેટલાક લોકોએ પાણીની ટાંકીની સીડીઓ તરફ આગળ વધ્યા તો તે બુમો પાડીને લોકોને મનાઇ કરવા લાગી. 

લાંબો સમય ડ્રામા ચાલ્યો હતો પોલીસે આવીને પણ તેને નીચે ઉતરવા માટે અપીલ કરવા લાગી હતી. થોડી વાર બાદ ફાયર ટીમ પણ આવી પરંતુ તેમની પાસે જાળી નહોતી જેથી તેને બચાવી શકાય. આખરે ગામના એક સ્થાનિક વ્યક્તિએ જેમતેમ કરીને પાઇપ પર ચડી ગયો અને તેમે યુવતીને બચાવી લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More