પ્રયાગરાજઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મોત (Narendra Giri Death Case) મામલામાં ધરપકડ કરાયેલા શિષ્ય આનંદ ગિરીની મુશ્કેલી સતત વધી રહી છે. કોર્ટે આનંદ ગિરીની જામીન અરજી નકારી દીધી છે. આ નિર્ણય કોર્ટે સ્યુસાઇડ નોટ, કેસ ડાયરીમાં ફરિયાદીનું નિવેદન, પંચાયતનામા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા બાદ લીધો છે. આનંદ ગિરી તરફથી રજૂ કરવામાં આવેલી જામીન અરજીમાં પોતાને નિર્દોષ ગણાવવામાં આવ્યા હતા, જેને સીજેએમ હરેન્દ્રની કોર્ટે બુધવારે નકારી દીધી હતી.
આનંદ ગિરી કહ્યુ- જીવ પર ખતરો
વકીલ વિજય દ્વિવેદીએ જણાવ્યુ કે આનંદ ગિરીએ આજે કોર્ટમાં પોતાના પર જીવલેણ હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. કાલે કોર્ટમાં રજૂ કરવા સમયે આનંદ ગિરીની જેલમાં સુરક્ષા વધારવાની અરજી દાખલ કરવામાં આવી હતી.
પુજારીના પુત્ર સંદીપની પણ ધરપકડ
તો પોલીસે આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની પણ ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે બુધવારે પ્રયાગરાજની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે આનંદ ગિરી અને સંગત કિનારા પર સ્થિત મોટા હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીને 14 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કોર્ટમાં રજૂ કરતા પહેલા તેનું મેડિકલ કરાવવામાં આવ્યું હું. ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટી આ કેસમાં અત્યાર સુધી ભેગા કરેલા પૂરાવા સાથે સીજેએમ કોર્ટ પહોંચી હતી. કોર્ટ પરિસરમાં આનંદ ગિરી અને આદ્યા તિવારીની સાથે નરેન્દ્ર ગિરીના સમર્થકોમાં મારામારી પણ થઈ હતી.
આ પણ વાંચોઃ Punjab: સિદ્ધુ દેશ માટે ખતરનાક, કેપ્ટન અમરિંદર સિંહે કરી આરપારની લડાઈની જાહેરાત
કથિત સ્યુસાઇડ નોટમાં ત્રણેય પર માનસિક ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર ગિરીની કથિત સુસાઈડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી પર માનસિક ત્રાસ અને બ્લેકમેલ કરવાનો આરોપ હતો. નરેન્દ્ર ગિરીએ પોલીસ અને વહીવટી અધિકારીઓ પાસેથી આ ત્રણેય સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ યુપી પોલીસે હરિદ્વારથી આનંદ ગિરીની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ કોરોનાથી થયેલા મૃત્યુ માટે સરકારે નક્કી કર્યું વળતર, પીડિત પરિવારને મળશે 50 હજાર
આઈપીસી કલમ 306 માં ત્રણેય આરોપી છે
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુના સંદર્ભમાં, જ્યોર્જટાઉન, પ્રયાગરાજમાં તેમના શિષ્યો આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી વિરુદ્ધ IPC ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ FIR અમર ગિરી પવન મહારાજની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બાગમ્બરી મઠ અને નિરંજની અખાડામાંથી સ્વામી આનંદ ગિરીની હકાલપટ્ટી બાદ હનુમાન મંદિરના સંચાલનની જવાબદારી સ્વામી અમર ગિરીને સોંપવામાં આવી હતી. બડે હનુમાન મંદિરના મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી મોટા હનુમાન મંદિરની તમામ વ્યવસ્થા સ્વામી અમર ગિરીની દેખરેખ હેઠળ ચાલે છે. તેમના પહેલા આનંદ ગિરી આ કામ જોવા આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે