Home> India
Advertisement
Prev
Next

કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોતઃ ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કહાની એક એવા વ્યક્તિની છે જેણે ક્યારેય પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડ્યા નહીં. પિતા બાદ હવે તેનું પણ મોત થઈ ગયું છે. 

કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોતઃ ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. આ કહાની એવા વ્યક્તિની છે જેણે ક્યારેય ખાતામાંથી પગારના પૈસા ઉપાડ્યા નથી. પિતાના પગલા પર પુત્ર પણ ચાલતો રહ્યો. નોકરી હોવા છતાં લોકો પાસે પૈસા માંગી ઘર ચલાવતો હતો. તેને ગંભીર બીમારીએ ઝકડી લીધો હતો. આ બીમારી હતી ટીબીની. બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા હતા પરંતુ તે સારવાર કરાવી શક્યો નહીં. શનિવારે મોડી રાત્રે ટીબીને કારણે તેનું નિધન થઈ ગયું. ઘરમાં હવે તેના 80 વર્ષના માતા છે. 

fallbacks

પ્રયાગરાજનો કરોડપતિ સ્વીપર કહેવાતો ધીરજ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સ્વીપરની નોકરી કરતો હતો. તે કરોડપતિ છે. આ વાતનો ખુલાસો મે મહિનામાં ત્યારે થયો જ્યારે બેન્કવાળા ધીરજને શોધતા રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ધીરજને લોકો કરોડપતિ સ્વીપર કહીને બોલાવવા લાગ્યા હતા. ધીરજના પિતા સુરેશ ચંદ્ર જિલ્લા રક્તપિત્ત રોગ વિભાગમાં સ્વીપરના પદ પર કાર્યરત હતા. નોકરીમાં રહેતા તેમનું નિધન થયું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2012માં તેમના પિતાની નોકરી ધીરજને મળી ગઈ હતી. 

ધીરજના પિતાએ ક્યારેય ખાતામાંથી પૈસા ઉપાડ્યા નહીં
ધીરજ પોતાના પિતાના પગલે ચાલતો હતો. નોકરીમાં રહેતા ધીરજના પિતાએ ક્યારેય બેન્ક એકાઉન્ટમાંથી પોતાના પગારના પૈસા ઉપાડ્યા નહીં. આ સ્થિતિ ધીરજની હતી. પિતાની જગ્યાએ નોકરીમાં લાગેલા પુત્રએ ક્યારેય ખાતામાંથી પૈસા કાઢ્યા નહીં. ઘરનો ખર્ચ ચલાવવા માટે ધીરજ પિતાની જેમ રસ્તે ચાલતા લોકો અને સાથે કામ કરતા લોકો પાસેથી પૈસા માંગતો હતો. ધીરજના માતાને પેન્શન મળે છે, તેનાથી ધીરજનું ઘર ચાલતું હતું પરંતુ તે ક્યારે પૈસા ઉપાડવા ગયો નહીં. પરંતુ ધીરજ દર વર્ષે સરકારને ઇનકમ ટેક્સ આપતો હતો. 

આ પણ વાંચોઃ અમારા લોહીથી બની હતી પાર્ટી, કમ્પ્યૂટરથી નહીં, ગુલામ નબી આઝાદના નિશાને કોંગ્રેસ

ન લગ્ન કર્યા, ન કોઈ શોખ
ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં પોતાના માતા અને બહેન સાથે રહેતો હતો. લગ્નની વાત કરતા પર તે ભાગી જતો હતો. તેને ડર હતો કે તેના પૈસા કોઈ ઉપાડી ન લે. રક્તપિત વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે ધીરજ મગજથી નબળો હતો, પરંતુ ડ્યૂટી દરમિયાન તે મહેનત કરતો હતો. ખાસ વાત છે કે તેણે ક્યારેય રજા પણ લીધી નથી. 

લોકો પાસે પૈસા માંગતો હતો
ધીરજની સાથે કામ કરનારા એક વ્યક્તિએ કહ્યું, તે સમય પર ડ્યૂટી આવતો અને જતો હતો. તે કામ ઈમાનદારીથી કરતો હતો. રસ્તામાં જ્યારે અમને લોકોને મળતો હતો તો કહેતો હતો ભાઈ પૈસા આપો. તેણે ક્યારેય બેન્કમાંથી પૈસા ઉપાડ્યા નહીં. થોડા સમય પહેલા બેન્કના અધિકારી આવ્યા હતા. અધિકારીઓએ પૂછ્યું કે ધીરજ પૈસા કેમ ઉપાડતો નથી, તારો ખરચો કેમ ચાલે છે. તે સમયે લોકોએ કહ્યું કે ધીરજ અમારી જેવા લોકો પાસેથી પૈસા લઈને ઘર ચલાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More