પ્રયાગરાજ: કુંભમેળામાં ફરી એક વાર ટેંટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે આ આગના કારણે કોઇ મોટી ઘટના સર્જાઇ નથી. આ આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગ ઇલેક્ટ્રીક હીટરનો ઉપયોગ કરવાથી લાગી હતી. આ ઘટનામાં કોઇપણના ઇજાગ્રસ્ત સમાચાર નથી. આ ઘટના કુંભમેળાના સેક્ટર 13માં થઇ છે. આ ઘટનામાં કેટલાક ટેંટ બળીને ખાખ થઇ ગયા છે. ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ગાડીઓ સમય પર સ્થળ પર પહોંચી ગઇ હતી.
વધુમાં વાંચો: ભય્યૂ મહારાજને આપવામાં આવતો હતો નશીલી દવાઓનો ઓવરડોઝ, આ છોકરી સાથે કરી હતી આપત્તિજનક ચેટિંગ
ફાયર બ્રિગેડની ગાડીઓએ સમયસર આ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ પહેલા જ્યારે કુંભમેળાની શરૂઆતના એક દિવસ પહેલા પણ ત્યાં આગ લાગી હતી. જોકે તે ઘટનામાં પણ સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
જણાવી દઇએ કે કુંભ મેળાની શરૂઆત 15 જાન્યુઆરી થવાની હતી, પરંતુ તે પહેલ 14 જાન્યુઆરીએ દિગંબર અખાડાના ટેંટમાં આગ લાગી હતી. આ આગમાં કેટલાક ટેંટ સાથે માલ-સામન બળીને ખાખ થઇ ગયા હતા.
વધુમાં વાંચો: મમતાએ કહ્યું- ‘દિલ્હીમાં સરકાર બદલી દો’, ભાજપે મહાગઠબંધનને ગણાવ્યું નાટક
શનિવારે આગ લાગવાની સૂચના મળતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. ટૂંક સયમમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ કારણે કોઇ મોટી ઘટના સર્જાઇ ન હતી. જણાવવામાં આવ્યું હતું કે, પ્રયાગવાલ સભાના પંડાલમાં ઇલેક્ટ્રીક હીટરનો ઉપયોગ કરવામાં આવવાથી આ આગ લાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે