Home> India
Advertisement
Prev
Next

પ્રયાગરાજ: મૌની અમાસ પર શરૂ થયું શાહી સ્નાન, સંગમ સ્થળ પર ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓ

15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભ મેળામાં મૌની અમાસ પર ત્રીજુ શાહી સ્નાન યોજવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી મકસ સંક્રાંતિ પર અને બીજુ સ્નાન 21 જાન્યુઆરી પૌષ પૂનમ પર યોજાયું હતું.

પ્રયાગરાજ: મૌની અમાસ પર શરૂ થયું શાહી સ્નાન, સંગમ સ્થળ પર ડૂબકી લગાવતા શ્રદ્ધાળુઓ

પ્રયાગરાજ: મૌની અમાસના દિવસે સોમવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ સ્થાન પર હજારો સાધુ-સંતો સહિત કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી રહ્યાં છે. 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભ મેળામાં મૌની અમાસ પર ત્રીજુ શાહી સ્નાન યોજવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી મકસ સંક્રાંતિ પર અને બીજુ સ્નાન 21 જાન્યુઆરી પૌષ પૂનમ પર યોજાયું હતું.

fallbacks

વધુમાં વાંચો: CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી

સોમવાર સવારે 6:15 વાગ્યાથી સંન્યાસી અખાડાના સાધુ-સંતો સહિત હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થાન પર ડુબકી લગાવવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા મહાનિર્વાણી અખાડાના સાધુ-સંતો સંગમ તટ પર પહોંચ્યા હતા. જ્યારે તેમની સાથે અટલ અખાડાના સાધુ-સંતો પણ સામેલ હતા. ત્યાર બાદ વૈરાગી અને ઉદાસીન અખાડાના સાધુ-સંતોના સ્નાન કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

વધુમાં વાંચો: કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતાના 'બંધારણ બચાવો' ધરણા ચાલુ, CBI આજે સુપ્રીમ જશે

આ ઉપરાંત મહિલાઓ અને બાળકો સંગમ સ્થાન પર સ્નાન કરવા માટે પગપાળા કુંભનગર પહોંચ્યા હતા. મુખ્ય તિથિઓના દિવસે સ્નાન કરવા માટે કોઇ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ‘મૌની અમાસ’ શાહી સ્નાન પહેલા કુંભમેળાની કડક સુરક્ષા કરવામાં આવી છે. સંપૂર્ણ વિસ્તાર 10 ઝોન અને 25 સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે. જેની દેખરેખ એક એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એએસપી)ના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.

દેશના અન્ય સમાચારા વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More