Home> India
Advertisement
Prev
Next

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ

સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી છે. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી.

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સિલિન્ડર બ્લાસ્ટ, એક ડઝન ટેન્ટ બળીને ખાખ

નવી દિલ્હી: સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી છે. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી. આગની જાણકારી મળતા ફાયર ટીમે તાત્કાલીક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર આગ રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે લાગી હતી. આ આગમાં કોઇ જાનહાની થઇ નથી.

fallbacks

વધુમાં વાંચો: અપના દળ સાથે મળીને AAP લડશે UP ચૂંટણી, વારાણસીમાં નહી લડે કેજરીવાલ

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતી પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ખાવાનું બનાવતી વખતે બેદરકારીના કારણે આ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ આગથી દિગંબર આખાડાને સૌથી વધારે નુકસાન થયું છે. 

વધુમાં વાંચો: અખિલ-માયા સાથે તેજસ્વી યાદવની મુલાકાત, કહ્યું ગઠબંધનથી લાલુ યાદવ ખુશ

fallbacks

આગ લાગવાની ઘટના દરમિયાન કોઇ સિલિન્ડર બ્લાસ્ટ થયા અવાજ સંભળાયા હતો. તંત્રના લોકોએ શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

વધુમાં વાંચો: વિધાનસભા ઉપાધ્યના વાહનને ટ્રોલાએ મારી ટક્કર, નક્સલી હૂમલાની આશંકા

જણાવી દઇએ કે કુંભ મેળાની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે. તેનું પહેલું શાહી સ્નાન પણ આવતીકાલે મંગળવારથી શરૂ થવાનું છે. તેના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો કુંભ મેળામાં પહોંચી ગયા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More