Home> India
Advertisement
Prev
Next

ગેંગસ્ટર અતીક અહમદને આજીવન કેદની સજા, કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે ચુકાદો આપ્યો. અતીક અહમદ પહેલીવાર દોષિત ઠર્યો છે. દોષિત અતીક કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો. કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ મામલે કુલ 11 આરોપીઓ હતા.

ગેંગસ્ટર અતીક અહમદને આજીવન કેદની સજા, કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે ચુકાદો આપ્યો. અતીક અહમદ પહેલીવાર દોષિત ઠર્યો છે. દોષિત અતીક કોર્ટમાં ભાઈ અશરફને ભેટીને રડી પડ્યો. કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા. આ મામલે કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. આ અગાઉ સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય એક આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો. અતીક અહમદ પર ઉમેશ પાલની હત્યાનો પણ આરોપ છે. 

fallbacks

આજીવન કેદની સજા
કોર્ટે અતીક અહમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. 

3 આરોપી દોષિત જાહેર, 7 છૂટી ગયા
ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ સહિત કુલ 11 આરોપીઓ હતા. જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે. આજે કોર્ટમાં 10 આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. જેમાંથી 3ને દોષિત ઠેરવવામાં આવ્યા. જ્યારે કોર્ટે 7ને છોડી મૂક્યા. કોર્ટે અતીક અહમદ ઉપરાંત દિનેશ પાસી ખાન, અને શૌલત હનીફને દોષિત ઠેરવ્યા છે. જ્યારે અતીકના ભાઈ અશરફ અહમદ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને અઝાઝ અખ્તરને છોડી મૂક્યા છે. જ્યારે એક આરોપી અંસાર અહમદનું મોત નિપજ્યું છે. 

જાણો કેસની વિગતો....
વર્ષ 2005ની વાત છે. જ્યારે બસપા વિધાયક રાજુ પાલની જાહેરમાં ગોળીઓથી વીંધીને હત્યા કરી દેવાઈ હતી. જ્યારે રાજુપાલ, તેમની પત્ની પૂજા પાલ અને ઉમેશ પાલ બસપામાં હતા. ત્યારે અતીક અહમદ અને તેનો ભાઈ અશરફ સમાજવાદી પાર્ટીમાં હતા. વર્ષ 2004માં અતીક અહમદ યુપીની ફૂલપુર લોકસભા બેઠકથી સમાજવાદીની ટિકિટ પર ચૂંટણી લડીને સાંસદ બન્યો હતો. તે પહેલા તે અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી એમએલએ ચૂંટાઈ આવ્યો હતો. પરંતુ તેના સાંસદ બનતા જ સીટ ખાલી થઈ અને થોડા દિવસો બાદ પેટાચૂંટણીની જાહેરાત થઈ. આ સીટ પર સપાએ સાંસદ અતીક અહમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર બનાવ્યો. જ્યારે ચૂંટણીમાં બસપાથી રાજુ પાલને ટિકિટ મળી હતી. ચૂંટણી થઈ તો રાજુ પાલે અતીક અહમદના  ભાઈ  અશરફને હરાવી દીધો અને વિધાયક બની ગયા. અતીક અને તેનો પરિવાર હાર પચાવી શક્યા નહીં અને 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી નાખવામાં આવી.

ઉમેશ પાલનું અપહરણ
રાજુ પાલની હત્યાના કેસમાં અતીક અહમદ, તેનો ભાઈ અશરફ સહિત 5 આરાપીઓ નામજદ હતા. જ્યારે પોલીસે ચાર અજાણ્યાને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજુ પાલનો સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006માં અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. 

એક વર્ષ બાદ ઉમેશની ફરિયાદ પર પોલીસે 5 જુલાઈ 2007ના રોજ અતીક, તેના ભાઈ અશરફ અને ચાર અજાણ્યા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારપીટ અને મારી નાખવાની ધમકી આપી. ઉમેશના જણાવ્યાં મુજબ જ્યારે તેણે અતીક અહમદના દબાણમાં સાક્ષી તરીકે પાછા હટવાની ના પાડી દીધી તો 28 ફેબ્રુઆરી 2006ના રોજ બંદૂકની અણીએ તેનું અપહરણ કરાયું. આ કેસમાં 11 આરોપીઓ બનાવવામાં આવ્યા હતા. 

કેસમાં કોણ કોણ આરોપી
આ કેસમાં અતીક અહમદ ઉપરાંત અશરફ, દિનેશ પાસી, અંસાર અહમદ ઉર્ફે અંસાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી, અને એઝાઝ અખ્તર આરોપીઓ હતા. એક આરોપી અંસાર અહમદનું મોત થઈ ચૂક્યું છે. અતીક અહમદ, અશરફ અને ફરહાન જેલમાં છે અને બાકીના જામીન પર છે. 

આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ

PM મોદીએ પાર્ટીના સાંસદોને સોંપ્યુ અનોખુ કામ, 1 મહિનાની અંદર પૂરું કરવાનો લક્ષ્યાંક

માત્ર 30 સેકન્ડમાં ખબર પડી જશે કે દૂધ અસલી છે કે ભેળસેળવાળું, જાણો કેવી રીતે? 

24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે રાજૂ પાલ હત્યાકાંડમાં સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ ત્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગલીની બહાર કારમાંથી નીકળતી વખતે તેમના પર શુટરોએ ફાયરિંગ  કર્યું હતું. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ હુમલામાં ઉમેશ પાલ અને તેમના બે ગનર્સના મોત થયા હતા. ઉમેશ પાલની પત્નીએ આ મામલે અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 9 લોકો પર કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે અસદ સહિત 5 શુટર્સની શોધમાં છે. 

પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે આ કેસમાં 18 માર્ચના રોજ સુનાવણી પૂરી કરી અને ચુકાદો અનામત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ 23 માર્ચના રોજ અતીકને હાજર કરવા માટે આદેશ બહાર પાડ્યો હતો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More