Home> India
Advertisement
Prev
Next

PM Modi security breach: રાષ્ટ્રપતિએ જતાવી ચિંતા, રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત

પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.

PM Modi security breach: રાષ્ટ્રપતિએ જતાવી ચિંતા, રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: પંજાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પીએમ મોદી સાથે વાત કરી. વાત જાણે એમ છે કે પંજાબના હુસૈનીવાલામાં બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સતત ગમરાઈ રહ્યો છે. જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. 

fallbacks

રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
આ મુલાકાત અંગે રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે. કહેવાયું છે કે પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે પહોંચ્યા. પીએમએ તેમને પંજાબમાં ઘટેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી આપી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પીએમની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક પર ચિંતા વ્યક્ત કરી. 

શું જાણી જોઈને લીક કરાયો પીએમનો રૂટ?
5 જાન્યુઆરીએ ઘટેલી આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ફ્લાયઓવર પર જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો તો ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ હાજર હતા. એટલું જ નહીં કેટલાક પ્રદર્શનકારીઓ તો ચા પીતા પણ જોવા મળ્યા અને ત્યાં ઊભેલી પોલીસ તમાશો જોતી રહી. અનેક પોલીસવાળા તો પ્રદર્શનકારીઓ વચ્ચે પણ જોવા મળ્યા. ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?

આ 5 મોટા સવાલ મો વકાસીને ઊભા છે
1. પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?
2. પીએમ મોદીના પહોંચતા પહેલા રસ્તો કેવી રીતે બ્લોક થયો?
3. પ્રદર્શનકારીઓને કેવી રીતે ખબર પડી કે પીએમ અહીંથી પસાર થશે?
4. પોલીસ પ્રદર્શનકારીઓને રોકી શકી કેમ નહીં?
5. પીએમ મોદીના કાફલાને કોણે ખોટું ક્લિયરન્સ આપ્યું?

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો મામલો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસની બેન્ચ તેના પર શુક્રવારે વાત કરી શકે છે. મળતી માહિતી મુજબ સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે આ મામલે જનહિત અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકારી શકાય નહીં. અરજીમાં સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે પંજાબ સરકારને યોગ્ય નિર્દેશ આપવા, જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આવતી કાલે સુનાવણી થઈ શકે છે. 

પંજાબ સરકારે તપાસ માટે કમિટી બનાવી
પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ હશે. કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More