નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ની શુક્રવારે સવારે અચાનક તબિયત લથડી. ત્યારબાદ તેમને આર્મી હોસ્પિટલ (Army Hospital) માં દાખલ કરાયા. આર્મી હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિની હાલત હાલ સ્થિર છે અને તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું છે. જો કે હાલ તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે.
3 માર્ચે લગાવી હતી કોરોના રસી
અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આર્મી હોસ્પિટલ (Army Hospital) માં જ 3 માર્ચના રોજ કોરોના રસી (Corona Vaccine) નો પહેલો ડોઝ લીધો હતો. રાષ્ટ્રપતિ પુત્રી સાથે આર્મી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રસી મૂકાવી હતી. ત્યારબાદ તેમણે દેશમાં સફળતાપૂર્વક રસીકરણ અભિયાન ચલાવવા બદલ ડોક્ટર્સ, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કર્યો હતો તથા રસી માટે યોગ્ય પાત્રતા ધરાવતા લોકોને રસી લેવાની અપીલ પણ કરી હતી.
Delhi: સાસરીવાળા માટે જમાઈ બન્યો યમદૂત, ભયંકર ષડયંત્રને અંજામ આપી તડપાવી તડપાવીને મારી નાખ્યા
PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે