Home> India
Advertisement
Prev
Next

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિદ્યાર્થિનીઓ અને બાળકીઓએ બાંધી રાખડી

 વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિદ્યાર્થિનીઓ અને બાળકીઓએ બાંધી રાખડી

નવી દિલ્હીઃ દેશભરમાં આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. પીએમ મોદીને વિવિધ સંસ્થાઓની બહેનોએ રાખડી બાંધી હતી. તો શાળાની બાળકીઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ પહેલા સવારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સમગ્ર રાષ્ટ્રને ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની શુભેચ્છા આપી હતી. 

fallbacks

fallbacks

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ વિદ્યાર્થિનીઓ અને બાળકીઓએ રાખડી બાંધી હતી. તો રાષ્ટ્રપતિએ પણ તમામ દેશવાસિઓને રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છા આપી હતી. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More