Home> India
Advertisement
Prev
Next

'પ્રધાનમંત્રી'એ પોતાનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના કરવી પડી મહેનત, જાણો શું છે ઘટના

એક કિસાન પુત્રએ પોતાના પુત્રનું જે નામ રાખ્યુ તો તેનાથી મહારાષ્ટ્ર સરકારનો સ્વાસ્થ્ય વિભાગ ચોંકી ગયો. કિસાને પોતાના પુત્રનું નામ જન્મ પ્રમાણપત્ર પર પંતપ્રધાન લખાવ્યુ. મરાઠીમાં પંતપ્રધાને પ્રધાનમંત્રી કહેવામાં આવે છે. 

'પ્રધાનમંત્રી'એ પોતાનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના કરવી પડી મહેનત, જાણો શું છે ઘટના

જ્ઞાનેશ્વર પતંગે/મુંબઈઃ તમને જાણીને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રીએ પોતાનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે ત્રણ મહિના સુધી મહેનત કરવી પડી. પરંતુ આ પ્રધાનમંત્રી દિલ્હીમાં નહીં પરંતુ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં રહે છે. હકીકતમાં આ પ્રધાનમંત્રી એક કિસાનના પુત્રનું નામ છે. આ કિસાને પોતાના બીજા પુત્રનું નામ રાષ્ટ્રપતિ રાખ્યુ છે. 

fallbacks

જન્મ પ્રમાણપત્ર પર બાળકનું નામ પંતપ્રધાન
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી જન્મ પ્રમાણપત્ર પર બાળકનું નામ પંતપ્રધાન લખ્યુ છે. પંતપ્રધાનને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કહે છે. 

ત્રણ મહિના સરકારી ઓફિસોમાં ચક્કર લગાવવા પડ્યા
મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના ઉમરગા તાલુકાના ચિંચોલી ગામમાં રહેતા દત્તાત્રય ચૌધરીએ પોતાના પુત્રનું નામ પંતપ્રધાન રાખ્યુ છે, પરંતુ આ નામ મેળવવા માટે તેણે ત્રણ મહિના સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડ્યા. શરૂઆતમાં તો તે કહીને ના પાડી દેવામાં આવી કે પંતપ્રધાન નામ ન આપી શકાય કારણ કે આ એક બંધારણીય પદ હોય છે. દત્તાત્રય ચૌધરીએ પણ હાર ન માની અને પોતાના પુત્ર માટે પંતપ્રધાન નામ લઈને માન્યા હતા. 

આ પણ વાંચોઃ આ રાજ્યમાં દારૂ પીવાની ઉંમર ઘટી, કાયદામાં થયો મોટો ફેરફાર

મોટા પુત્રનું નામ રાખ્યું હતું રાષ્ટ્રપતિ
દત્તાત્રય ચૌધરીએ આ પહેલા વર્ષ 2020માં જન્મેલા પોતાના મોટા પુત્રનું નામ રાષ્ટ્રપતિ રાખ્યુ હતું. જ્યારે તેને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો તો નામ રાખ્યુ પંતપ્રધાન.

આ છે પિતાની ઈચ્છા
દત્તાત્રય ચૌધરીનું કહેવુ છે કે પંતપ્રધાન અને રાષ્ટ્રપતિ નામ રાખવાની પાછળ તેનો વિચાર છે કે તેના બાળકોને પ્રેરણા મળશે અને તેમનું સપનું છે કે કોઈ દિવસ તે મોટા બંધારણીય પદ સુધી પહોંચે. 

આ પણ વાંચોઃ કોરોના સામે ભારતની લડાઈ બનશે વધુ મજબૂત, બાળકો માટે વધુ એક વેક્સીનને મળી મંજૂરી

કિસાન પરિવારમાં જન્મેલા દત્તાત્રય ચૌધરી બાળપણ ખુબ મુશ્કેલી ભર્યુ હતું. ક્યારેક દુકાળ તો પૂરથી પાક નિષ્ફળ જતો હતો અને બે વખતના ભોજનની પણ મુશ્કેલી હતી. ગરીબીમાં પણ દત્તાત્રય ચૌધરીએ પોતાના સપનાને મરવા દીધા નહીં અને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. હવે તેની ઈચ્છા છે કે તેના બંને પુત્રો પણ ભણીને આગળ વધે અને પોતાનું નામ સાર્થક કરતા કોઈ દિવસ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More