Home> India
Advertisement
Prev
Next

બ્રિટનના પીએમ બનવા પર નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને આપ્યા અભિનંદન, કહ્યું- હવે સાથે મળીને કામ કરીશું

PM Modi-Rishi Sunak: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પીએમ પદે ચૂંટાવા પર ઋષિ સુનકને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે હવે આપણે 2030ના રોડમેપ પર મળીને કામ કરીશું. 
 

બ્રિટનના પીએમ બનવા પર નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને આપ્યા અભિનંદન, કહ્યું- હવે સાથે મળીને કામ કરીશું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પદનામિત પ્રધાનમંત્રી ઋષિ સુનકને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે યુકેના પીએમ બનો છો તો હું વૈશ્વિક મુદ્દા પર મળીને કામ કરવા અને રોડમેપ 2030ને લાગૂ કરવા માટે ઉત્સુક છું. આ સાથે તેમણે બ્રિટનમાં રહેતા ભારતીય લોકોને દિવાળીની શુભેચ્છા આપી છે. 

fallbacks

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ, 'ઋષિ સુનકને હાર્દિક શુભેચ્છા! તમે બ્રિટનના પ્રધાનમંત્રી બનવાનો છો, હું વૈશ્વિક મુદ્દા પર એક સાથે મળી કામ કરવા અને રોડમેપ 2030ને લાગૂ કરવા માટે ઉત્સુક છું. બ્રિટિશ ભારતીયોના 'જીવંત સેતુ'ને દિવાળીની વિશેષ શુભકામનાઓ. આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં બદલ્યા છે.'

તો બ્રિટનના પ્રધાનમંત્રી બનવા પર ઋષિ સુનકે કહ્યુ કે તે પોતાના સાથી સાંસદોનું સમર્થન મેળવા અને નેતા ચૂંટાયા બાદ ખુદને સન્માનિત અનુભવી રહ્યાં છે. તે આ જવાબદારીને વિનમ્રતાથી સ્વીકાર કરે છે. 

નોંધનીય છે કે ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનીને ઈતિહાસ રચવા જઈ રહ્યાં છે. દિવાળીના દિવસે પેની મોર્ડેટના રેસમાંથી હટવાની સાથે સુનકને કંઝર્વેટિવ પાર્ટીના નેતા ચૂંટી લેવામાં આવ્યા. 42 વર્ષના આ પૂર્વ નાણામંત્રી સુનકને કંઝર્વેટિવ પાર્ટીના 357માંથી અડધા કરતા વધુ સાંસદોનું સમર્થન મળ્યું હતું. 

આ પણ વાંચોઃ બ્રિટનમાં છે ઋષિ સુનકનો દબદબો, 5 વખત સાંસદ રહ્યાં, 7300 કરોડથી વધુ સંપત્તિ

આ ચૂંટણીમાં કંઝર્વેટિવ પાર્ટીના ઘણા ચર્ચિત સાંસદોએ પૂર્વ પીએમ બોરિસ જોનસનના જૂથને છોડતા સુનકનું સમર્થન કર્યું, જેમાં પૂર્વ ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, કેબિનેટ મંત્રી જેમ્સ ક્લેવર્લી અને નદીમ જહાવી સામેલ છે. પ્રીતિ પટેલ ભારતીય મૂળના પૂર્વ બ્રિટિશ મંત્રી છે, જેણે પાછલા મહિને લિઝ ટ્રસના પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. તેમણે કહ્યું કે કંઝર્વેટિવ પાર્ટીએ સુનકને નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More