Home> India
Advertisement
Prev
Next

PM Modi Japan Visit: G-7 સમિટ માટે આજે જાપાન રવાના થશે વડાપ્રધાન મોદી, જાપાન સહિત 3 દેશની કરશે યાત્રા

PM Modi Japan Visit: PM મોદી આજે જાપાનમાં યોજાનાર G-7 સમિટમાં ભાગ લેવા માટે રવાના થશે. ભારત G-7નું સભ્ય નથી છતાં જાપાનના વડાપ્રધાનના આમંત્રણ પર પીએમ મોદી હિરોશિમા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે.

PM Modi Japan Visit: G-7 સમિટ માટે આજે જાપાન રવાના થશે વડાપ્રધાન મોદી, જાપાન સહિત 3 દેશની કરશે યાત્રા

PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જાપાન સહિત ત્રણ દેશોના પ્રવાસે રવાના થશે. પીએમ મોદી જી-7 ક્વાડ ગૃપ સહિતની કેટલીક મહત્વની બહુપક્ષીય સમિટમાં ભાગ લેવા શુક્રવારે જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે રવાના થશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન 40 થી વધુ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે તેઓ દ્વિપક્ષીય બેઠકો સહિત સમિટમાં 24થી વધુ વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરશે.

fallbacks

આ પણ વાંચો:

Modi Government: કિરણ રિજિજૂ જ નહીં મોદી સરકારના આ મંત્રીનું પણ બદલાયું મંત્રાલય

15 વર્ષના બાળકને રમત રમતાં મેદાન પર આવ્યો હાર્ટ એટેક, સારવાર મળે તે પહેલા થયું મોત

કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીનો જબરદસ્ત નિર્ણય, પાકિસ્તાનના ષડયંત્રોની ગેમ ઓવર
 

વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ
 

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે 19 મેના રોજ સવારે વડાપ્રધાન મોદી તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં જાપાનના શહેર હિરોશિમા જવા રવાના થશે જ્યાં તેઓ જી-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. G-7 જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન આ સમિટનું આયોજન કરી રહ્યું છે અને ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે G-7 બેઠકમાં પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવશે, જેમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, જળવાયુ પરિવર્તન, ખોરાક અને આરોગ્ય અને વિકાસ ઉપરાંત ડિજિટાઈઝેશન, સાયન્સ અને ટેકનોલોજી સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે. 

આ સમિટમાં ભારત ત્રણ ઔપચારિક સત્રોમાં ભાગ લેશે, જેમાં પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજુ સત્ર 21 મેના રોજ યોજાશે. પ્રથમ બે સત્રોના વિષય ખોરાક અને આરોગ્ય અને જેન્ડર ઈક્વાલીટી, જલવાયુ પરિવર્તન અને પર્યાવરણ હશે. સાથે જ ત્રીજા સત્રમાં શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ વિશ્વ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જાપાનમાં પીએમ મોદીનો કાર્યક્રમ
 

ભારતીય સમય અનુસાર 16:30 વાગ્યે વડાપ્રધાન મોદી જાપાન પહોંચશે. હિરોશિમાના સ્થાનિક સમય અનુસાર વડાપ્રધાન મોદી 20 મે શનિવારે સવારે 08.30 વાગ્યે અને ભારતીય સમય અનુસાર 5:00 વાગ્યે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે. ભારતીય સમય અનુસાર સવારે 7.30 વાગ્યે જાપાન સાથે દ્વિપક્ષીય બેઠક થશે. આ પછી વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે G7 સમિટ સ્થળ પર પહોંચશે.  

મહત્વનું છે કે આ અઠવાડિયે જાપાનના હિરોશિમામાં ક્વાડ ગૃપના નેતાઓની બેઠક યોજાય તેવી પણ શક્યતા છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બાયડન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ભાગ લેશે. અગાઉ સિડનીમાં નિર્ધારિત બેઠક યોજાઈ ન હતી અને હિરોશિમામાં ચાર નેતાઓની હાજરી હશે જેનો લાભ લઈને ત્યાં આ બેઠકનું આયોજન કરવાની યોજના છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More