Home> India
Advertisement
Prev
Next

ડિનર ડિપ્લોમસી પહેલા PM મોદી પહોંચ્યાં BJP હેડક્વાર્ટર, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક

લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ દિલ્હીમાં એનડીએ અને યુપીએ બંનેમાં હલચલ તેજ થઈ ગઈ છે. ભજાપે આજે દિલ્હીની અશોકા હોટલમાં એનડીએના સાથી પક્ષો સાથે એક ડિનરનું આયોજન કર્યું છે. પીએમ મોદી ભાજપની ઓફિસમાં પોતાના કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ સાથે બેઠક પણ કરવાના છે. સાંજે સાડા  પાંચ વાગે તેઓ ભાજપની ઓફિસ પહોંચ્યાં. ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું. 

ડિનર ડિપ્લોમસી પહેલા PM મોદી પહોંચ્યાં BJP હેડક્વાર્ટર, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં ગણતરીના કલાકો બાકી છે. તે અગાઉ દિલ્હીમાં એનડીએ અને યુપીએ બંનેમાં હલચલ તેજ થઈ ગઈ છે. ભજાપે આજે દિલ્હીની અશોકા હોટલમાં એનડીએના સાથી પક્ષો સાથે એક ડિનરનું આયોજન કર્યું છે. પીએમ મોદી ભાજપની ઓફિસમાં પોતાના કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ સાથે બેઠક પણ કરવાના છે. સાંજે સાડા  પાંચ વાગે તેઓ ભાજપની ઓફિસ પહોંચ્યાં. ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું. 

fallbacks

પ્રણવ મુખર્જીએ પહેલા કરી ચૂંટણી પંચની પ્રશંસા, હવે EVM વિવાદ પર આપ્યું મોટું નિવેદન 

ભાજપની ઓફિસમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત સાથી પક્ષોના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. સૌથી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બાદમાં નીતિન ગડકરીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. ત્યારબાદ એલજેપીના ચીફ રામવિલાસ પાસવાન, અકાલી દળના નેતા  હરસિમરત કૌર, આરપીઆઈના નેતા રામદાસ આઠવલે અને અપના દળના અનુપ્રિયા પટેલે પણ પીએમ મોદીનું સન્માન કર્યું. 

જુઓ LIVE TV

આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત સાથી પક્ષોના નેતાઓ અને સાંસદો પણ હાજર છે. ચૂંટણીના પરિણામો અગાઉ એનડીએની આ બેઠકને ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં ચૂંટણી પરિણામો આવ્યાં બાદ ઊભી થનારી પરિસ્થિતિઓ પર ચર્ચા થશે. આ  બેઠક બાદ દિલ્હીની અશોકા હોટલમાં ભાજપે એનડીએના સાથી પક્ષો માટે ડિનરનું આયોજન કર્યું છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More