Home> India
Advertisement
Prev
Next

Video: વૃદ્ધ ભીડમાં પાઘડી લઈને ઊભા હતા...PM મોદીએ તમામ પ્રોટોકોલ તોડી તેમના હાથે પહેરી પાઘડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જ્યારે ક્રૂઝથી ઉતરીને કાશી વિશ્વનાથ માટે રવાના થયા તો રસ્તામાં તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું.

Video: વૃદ્ધ ભીડમાં પાઘડી લઈને ઊભા હતા...PM મોદીએ તમામ પ્રોટોકોલ તોડી તેમના હાથે પહેરી પાઘડી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ જ્યારે ક્રૂઝથી ઉતરીને કાશી વિશ્વનાથ માટે રવાના થયા તો રસ્તામાં તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું. આ દરમિયાન એક વડીલ ભીડથી નીકળીને પીએમ મોદીને પાઘડી પહેરાવવા માંગતા હતા. સુરક્ષાકર્મીઓએ તેમને રોક્યા પરંતુ પીએમ મોદીએ વૃદ્ધના હાથેથી પાઘડી પહેરી અને ત્યારબાદ હસ્યા અને વડીલના હાથ જોડ્યા. 

fallbacks

ભીડથી નીકળીને પીએમ પાસે આવવાનો કર્યો પ્રયત્ન
પીએમનો કાફલો વારાણસીની ગલીઓમાંથી પસાર થયો તો ચારે બાજુ તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડમાંથી એક વૃદ્ધ પીએમ પાસે આવવા લાગ્યા તો એસપીજીએ તેમને ધક્કા મારીને પાછળ ધકેલ્યા. વડીલના હાથમાં પાઘડી અને બીજા હાથમાં ગમછો હતો. તેઓ પીએમને પહેરાવવા માંગતા હતા. 

બેવાર એસપીજીએ માર્યો ધક્કો, પીએમએ તેમને રોક્યા
એસપીજીએ વડીલને બે વાર ધક્કા મારીને પાછળ ધકેલ્યા પરંતુ જ્યારે પીએમ મોદીની નજર પડી તો તેમણે સુરક્ષાકર્મીઓને ઈશારો કરીને એમ કરતા રોક્યા અને વડીલ તરફ જોયું. પીએમ મોદીએ હાથ આગળ વધાર્યો અને વૃદ્ધને પાઘડી પહેરાવી તથા ગમછો માંગ્યો. 

જુઓ કેવી રીતે વૃદ્ધે પીએમને પહેરાવી પાઘડી...

પાઘડી પહેરીને જોડ્યા હાથ
પીએમ મોદીએ વૃદ્ધને પોતાની પાસે બોલાવ્યા અને કારનો દરવાજો ખોલ્યો તથા વૃદ્ધના હાથે પાઘડી પહેરી, વૃદ્ધે તેમના ગળામાં ગમછો પણ નાખ્યો. પીએમ મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું અને હસ્યા. વડીલ પણ પીએમનું સન્માન કરીને ગદગદ થઈ ગયા અને મોદી મોદી કરીને બૂમો પાડવા લાગ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More