નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટને લઈને સોમવારે સાંજે વધુ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વીકે સિંહ, કિરણ રિજિજૂ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની તાજેતરની સ્થિતિ, ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે અને તેમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. અતિસંવેદનશીલ વિસ્તારો આ અંગે માહિતી આપવામાં આવી રહી છે.
દિવસની શરૂઆતમાં યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી ચાર કેન્દ્રીય પ્રધાનોને યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ અંતર્ગત વીકે સિંહ પોલેન્ડ, કિરણ રિજિજૂ સ્લોવાકિયા, હરદીપ પુરી હંગેરી જશે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા અને મોલ્ડોવા જશે.
#WATCH | Prime Minister Narendra Modi chairs another high-level meeting on Ukraine crisis#RussiaUkraineCrisis pic.twitter.com/PWnsL3Gr2K
— ANI (@ANI) February 28, 2022
પીએમ મોદીએ રવિવારે સાંજે બેઠકની અધ્યક્ષતા કરતા, રશિયન હુમલાને પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો અને તેને તેમની સરકારની પ્રાથમિકતા ગણાવી.
મહત્વનું છે કે યુક્રેનથી અત્યાર સુધી આશરે 1400 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. ચાર દિવસ પહેલા યુદ્ધ શરૂ થવાના સમયે આશરે 20 હજાર ભારતીયો યુક્રેનમાં હતા. ત્યારબાદ યુક્રેન બોર્ડરથી આશરે 8 હજાર ભારતીય પાડોશી દેશ પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ બેલારૂસમાં સાડા ત્રણ કલાક ચાલી બેઠક, યુક્રેને રશિયા સામે રાખી આ શરત
વિદેશ મંત્રાલયે આપી માહિતી
રશિયા સામે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે, જેને કાઢવાની કવાયત સતત ચાલી રહી છે. અત્યાર સુધી છ ફ્લાઇટ્સ ભારતીયોને લઈને સ્વદેશ પરત ફરી ચુકી છે. યુક્રેનમાં કેવી સ્થિતિ છે અને ત્યાંથી કેટલા ભારતીયોને કાઢવામાં આવ્યા છે, આ વિશે વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ, ભારતીયોને કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જમીન પર સ્થિતિ ખુબ જટીલ છે અને ચિંતિત કરનારી છે પરંતુ અમે રાહત અને બચાવ કાર્ય તેજ કરી દીધુ છે. અમારા તરફથી એડવાઇઝરી જાહેર કર્યા બાદ 8000 ભારતીયોએ યુક્રેન છોડ્યુ છે, હુમલો થયા બાદ નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આગળ જણાવ્યું, હાલ 1400 ભારતીય નાગરિકોને લઈને છ ફ્લાઇટ્સ આવી ચુકી છે. 4 ફ્લાઇટ બુચારેસ્ટ (રોમાનિયા) અને 2 ફ્લાઇટ્સ બુડાપેસ્ટ (હંગરી) થી આવી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનની સરહદે આવેલા ચાર દેશોમાં કેન્દ્રીય મંત્રીઓને વિશેષ દૂત તરીકે તૈનાત કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા જશે. જ્યારે કિરેન રિજીજુ સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે, હરદીપ પુરી હંગેરી જશે અને ભૂતપૂર્વ આર્મી સ્ટાફ વીકે સિંહ પોલેન્ડ જશે. આ તમામ મંત્રીઓ ભારતીયોને બહાર કાઢવા અને અન્ય બાબતોનું ધ્યાન રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે