Home> India
Advertisement
Prev
Next

Coronavirus: નવરાત્રિ પર પીએમ નરેન્દ્ર મોદીના નવ-આગ્રહ


પીએમે કહ્યું કે, વિશ્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટે માનવ જાતિને સંકટમાં મુકી છે. જ્યારે પ્રથમ કે બીજુ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વના દેશો એટલા પ્રભાવિત ન થયા ગતા જેટલા આ વાયરસના સંકટથી થયા છે. 
 

Coronavirus: નવરાત્રિ પર પીએમ નરેન્દ્ર મોદીના નવ-આગ્રહ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 179 મામલા સામે આવી ચુક્યા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. શાળા-કોલેજ બંધ છે. પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવાની અપીલ સરકાર સતત કરી રહી છે. ભયનો માહોલ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. 

fallbacks

પીએમ મોદીએ કહ્યું છે, થોડા દિવસમાં નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારત સંપૂર્ણ શક્તિની સાથે આગળ વધે, આ મારી શુભકામનાઓ છે. આ સાથે પીએમ મોદીએ નવરાત્રિ પર નવ આગ્રહ પણ કર્યા છે. 

1. પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક સપ્તાહ સુધી. જ્યારે જરૂરી ન હોય તો ઘરની બહાર ન નિકળો.

2. 60થી 65 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિ ઘરની અંદર રહે.

3. આ રવિવાર, એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી, જનતા કર્ફ્યૂનું પાલન કરો.

4. આપાત સેવામાં જોડાયેલા લોકોને 22 માર્ચની સાંજે 5 કલાકે 5 મિનિટ સુધી ધ્વનિની સાથે આભાર વ્યક્ત કરો.

5. રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી બચો, જો સર્જરી ખુબ જરૂરી ન હોય તો તેની તારીખ આગળ વધારો.

6. કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-19 Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે. 

7. વેપારી જગત, ઉચ્ચ આવક વાળા વર્ગ પાસે બીજાનું વેતન ન કાપવાનો આગ્રહ

8. દેશવાસીઓને સામાન સંગ્રહ ન કરવાનો આગ્રહ, પીએમે કહ્યું કે, તમામ જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે.

9. આશંકાઓ અને અફવાઓથી બચવાનો આગ્રહ.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More